વિવેકાનંદ ટ્રસ્ટ વડનગર દ્વારા સેવાભાવી કવિઓનો સન્માન સમારોહનું આયોજન તાનારીરી રોડ પર આવેલ મુનિરાજ સંકુલ પર રાખવામાં આવેલ.
વડનગર ગ્રૃપને સ્વામી વિવેકાનંદ ટ્રસ્ટ દ્વારા સેવાભાવી સેવક અને કવિ ઓને સન્માન સાથે એક સાહીત્ય ના ઉપાસક અને સાહીત્ય નગરી વડનગર ગ્રૃપના હાજર સૌ કવિગણનુ સન્માન કરવામાં આવ્યું. વડનગરમાં સેવાકીય પ્રવૃત્તિ કરતા કાર્યકરોનું પણ સન્માન કરવામાં આવ્યું, સાથે સમાજમાં જાગૃત લાવવાનું કાર્ય કરનાર પત્રકારોનું પણ સન્માન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમ સ્વામી વલ્લભ નારાયણદાસજીના આર્શી વચનથી શરુ કરવામાં આવ્યો હતો.જેનું સંચાલન સંદીપભાઈ બારોટે કર્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને પ્રો.રણજીતસિંહ રાઠોડને સન્માન આપવામાં આવ્યું. કાર્યક્રમમાં ભોજન વ્યવસ્થા સ્વામિ વલ્લભ નારાયણદાસજી તરફથી કરવામાં આવ્યું. આમ સમગ્ર કાર્યક્રમને સફળ રીતે સંપન્ન થયો.
અહેવાલ. પરવેઝ વડનગરી