મહેસાણા જિલ્લામાં અલગ અલગ વિસ્તારમાં થોડા સમય અગાઉ સાઇલેન્સર ચોરીઓની ઘટનાઓ સતત સામે આવતી હતી.જેણે લઇ મહેસાણા LCB એ આજ રોજ વાહન ચેકિંગ દરમિયાન સાઇલેન્સર ચોરી ને અંજામ આપતી ગેંગના 3 સાગરીતો ગાડી સાથે ઝડપાઇ ગયા હતા પોલીસે ત્રણ ને ઝડપી વધુ તપાસ આદરી છે.
મહેસાણા LCB ટિમએ જિલ્લાના અલગ અલગ માર્ગો પર સાઇલેન્સર ચોરી કરતી ગેંગને ઝડપવા નાકા બંધી કરી હતી.જેમાં ભાસરિયા ચોકડી પાસે lcb એ નાકા બંધી કરી સાઇલેન્સર ચોરી કરતી ટોળકી આવતા તેઓની ગાડી GJ27C0937 આવતા પોલીસે રોકવી હતી જ્યાં પોલીસે ગાડીમાં તપાસ કરતા 4 સાઇલેન્સર કિંમત 60,000 , 2 ફોન કિંમત 10,000, રોકડા 1750, મળી 3,71,800 નો મુદ્દામાલ ઝડપી ત્રણ ઇસમોને ઝડપી લેવામાં આવ્યા છે.
મહેસાણા જિલ્લામાં સાઇલેન્સર ચોરી કરતી ગેંગ ગાડીમાં સવાર થઈ ને ગામડાઓમાં જાહેર રસ્તાની નજીક પાર્ક કરલ ઈકો ગાડીઓના સાઇલેન્સર રાત્રી દરમિયાન પાના વડે કાઢી તેની ચોરી કર્યા બાદ અમદાવાદ ખાતે રહેતા આસીફ જાડિયા અને જિશાન છોટેમીયા કુરેશીને વેંચતા હતા જેમાં એક સાઇલેન્સરના 10 હજાર રૂપિયા ચોરોને મળતા હતા.જેમાં બે આરોપી અગાઉ ઢોર ચોરીના ગુન્હામાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું હાલમાં પોલીસે નાજીમ ઉર્ફ મહમદ યામીન,મોસીન મુનીર ખાન પઠાણ,શબ્બીર ઉર્ફ શાહીલ અહેમદ ને ઝડપી લીધા છે તેમજ બાબુ જકિર શેખ,સાનું ઇન્દ્રીશ કુરેશી, આસીફ જાડિયા, જિશાન છોટેમિયા ને ઝડપવા તજવીજ આદરી છે.
ઝડપાયેલા ચોરોએ બે માસ અગાઉ અખાજમાં એક ગોઝારીયા ગામમાં ત્રણ, આંબલીયાસણ ગામા,કડી ના દૂધ ઇ,અંબાસણ ગામ,કરજીસણ ગામ, ધોળાસણ ગામ,મુદરડાં ગામ,જગુદણ ગામમાં ત્રણ ઇકો ગાડી,નંદાસણ, સાઇલેન્સર ચોરી કર્યા હતા તેમજ આગોલ ગામે પશુઓની ચોરી કરી હોવાની પણ કબૂલાત કરી હતી.