આજ રોજ વડનગર એસ.ટી.ડેપો ખાતે ગુજરાત સરકાર ના માન મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ,વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ અને એસ.ટી.નિગમ મહેસાણા વિભાગ દ્વારા વડનગર એસ.ટી.ડપો માં બે સ્લીપર અને એક મીની બસ ની ફાળવણી કરવામાં આવેલ છે જે બદલ વડનગર શહેર સંગઠન હદયપૂવૅક અભિનંદન પાઠવે છે.
ઉપરોક્ત ત્રણે બસો ને આપણા લોકપ્રિય ધારાસભ્ય શ્રી કીરીટભાઇ પટેલ સાહેબ ના માર્ગદર્શન પ્રમાણે આ ત્રણે બસો માં વડનગર બોરીવલી માટે બે સ્લીપર અને વડનગર મણીનગર માટે એક મીની બસ ને આજે વડનગર ડેપો ના દિવ્યાંગ કર્મયોગી શ્રી વેલાજી ઠાકોર સેવક ના હસ્તે તેમજ વડનગર શહેર સંગઠનના પ્રમુખ શ્રી રાજુભાઇ મોદી, તાલુકા સંગઠનના પ્રમુખ શ્રી કલાજી ઠાકોર,શહેર સંગઠનના મહામંત્રી શ્રી જીગરભાઈ પટેલ, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન અશ્વીનભાઈ પટેલ, જીલ્લા ના પૂર્વ મંત્રી શ્રી મહેશભાઈ પટેલ, પૂર્વ કારોબારી સભ્ય શ્રી કમલભાઈ પટેલ,વડનગર ડેપો મેનેજર અંકિતભાઈ,અને ડેપો ના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓની હાજરીમાં ભૂદેવ શ્રી ચિરાગભાઈ દ્વારા પૂજન અર્ચના કરી લીધી ઝંડી આપવામાં આવેલ.