વડનગર ખાતે માન.સીઆર.પાટીલના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી.
પ્રદેશ પ્રમુખ માન. શ્રી સી.આર. પાટીલ સાહેબના જન્મદિવસ તા.૧૬-૦૩-૨૦૨૩ ની ઉજવણી ના ભાગ રૂપે વડનગર શહેર ભાજપ દ્વારા વડનગર અર્જુનબારી દરવાજા અને નાગધરા વિસ્તાર ખાતે ૨૫ ગરીબ બાળકો અને ૩૫ મહિલાઓને સ્લીપર વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ શ્રી રાજુભાઈ મોદી, મહામંત્રી શ્રી જીતેન્દ્રભાઈ પ્રજાપતિ, પૂર્વ જીલ્લા કારોબારી સભ્ય શ્રી કમલભાઈ પટેલ, જીલ્લા યુવા મોરચા કા.સભ્ય શ્રી મયંકભાઇ પટેલ, યુવા મોરચા ના પ્રમુખ શ્રી વિરલભાઈ પટેલ,,બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી જયેશભાઈ બારોટ, યુવક બોર્ડ ના સંયોજક શ્રી યશ પટેલ, ઈલેક્ટ્રોનિક મીડિયા ના શ્રી સંજય ઠાકોર, કાર્યકરો વ્રજ બારોટ અને હર્ષદ ઠાકોર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.