મણિબેન એમ.પી.શાહ.મહિલા આર્ટસ કોલેજ,કડીના B.A.Sem-2 અને Sem-3ની 20 થી વધારે વિદ્યાર્થીનીઓ દ્વારા હેમચંન્દ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી,પાટણ ખાતે B.A.Sem-2 (માર્ચ-2021) અને Sem-3 (જાન્યુઆરી 2022)ની લેવાયેલ યુનિવર્સિટીની પરીક્ષા પરિણામમાં ગેરરીતિ દર્શાવેલ હોવાથી પરિણામની પુન:ચકાસણી કરવા પરીક્ષા નિયામકશ્રીને અગાઉ વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ પગલાં ના લેતા આજ રોજ ઉગ્ર રજૂઆત કરતા અને જ્યાં સુધી પરિણામ ના મળે ત્યાં સુધી યુનિવર્સિટી ન છોડવાની ચીમકી આપતાની સાથે જ પરીક્ષા પરિણામની ચકાસણીની કાર્યવાહી હાથ ધરતાની સાથે જ અમુક સમસ્યાનો નિકાલ કરવામાં આવ્યો અને બાકી સમસ્યાનો ટુંક જ સમયમાં નિકાલ કરી આપવાનો યુનિવર્સિટી દ્વારા બાહેંધરી આપવામાં આવી.
જેમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના ઉત્તર જૉન પ્રભારીશ્રી મનોજભાઈ પરમાર(એડવોકેટ),કમલેશભાઈ વણકર(સા.કાર્યકર,પાટણ),સિધ્ધાર્થ પરમાર(ઉપપ્રમુખ,રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ,કડી),સુરજભાઈ ઝાલા
(સા. કાર્યકર,કડી),રાહુલ વાઘેલા(સા.કાર્યકર,કડી),આસ્મિના સિપાઈ (જનરલ સેક્રેટરી,મણિબેન એમ.પી.શાહ.મહિલા આર્ટસ કોલેજ,કડી),
હાર્દિ પટેલ(રીપ્રેઝન્ટેટીવ,મણિબેન એમ.પી.શાહ.મહિલા આર્ટસ કોલેજ, કડી)અને અન્ય વિદ્યાર્થીનીઓ હાજર રહ્યાં હતાં.
#સિદ્ધાર્થ_પરમાર
#ઉપપ્રમુખ_રાષ્ટ્રીય_દલિત_અધિકાર_મંચ_કડી.
Mo.6352308581