વિજિલન્સના મહિલા પી એસ આઈ એન. એચ. કુંભાર ની હિંમતને હું બિરદાવુ છું જેમને અરવલ્લી જિલ્લાના સ્ટેટ હાઈવે પર દારૂ ભરેલી કારનો પીછો કરી ઝડપી પાડી છે અરવલ્લી પોલીસ ભવન નજીક જ દારૂ ભરેલી કાર ને ટક્કર મારી ને અટકાવી હતી આ સમગ્ર ઘટનામાં વિજિલન્સ ના મહિલા પી આઈ ઘાયલ થયા છે .તેમની આ બહાદુરી અને નીડર કામગીરી ને હું બિરદાવુ છું સાથે એ પણ તપાસ થાય કે અરવલ્લી જિલ્લામાં છાશ વારે દારૂ ભરેલા વાહનો વિજિલન્સ ઝડપી રહી છે તો આ દારૂની લાઈનો કોણ ચલાવી રહ્યું છે તેની પણ ઝીણવટ ભરી તપાસ થાય અને જો કોઈભ્રષ્ટ પોલીસ અધિકારી કે કર્મચારી સામેલ હોય તો તેની સામે પણ કડક કાર્યવાહી થાય તેવી માંગ કરું છું.
ગુજરાત સ્ટેટ વિજીલન્સને બાતમી હતી કે, દારૂ ભરેલી કાર નીકળવાની છે એ બાતમી આધારે સ્ટેટ વિજીલન્સની મહિલા પીઆઇ તેમની ટીમ સાથે વોચમાં હતા. ત્યારે દારૂ ભરેલી કાર આવતા તેને રોકવાની કોશિશ કરી હતી. ત્યારે બૂટલેગરો પોલીસને ચકમો આપી ભાગવાની ફિરાકમાં હતાં. જ્યાં ફિલ્મી ઢબે વિજીલન્સની કારે દારૂ ભરેલી કારનો પીછો કર્યો હતો. જ્યાં આ કાર પકડવા જતા પોલીસની ગાડી અને બૂટલેગરની કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં સ્ટેટ વિજીલન્સની મહિલા પીઆઇ અને અન્ય એક કોન્સ્ટેબલ ઇજાગ્રસ્ત થયા હતા. છતાં ઇજાગ્રસ્ત હલાતમાં પણ દારૂ ભરેલી કાર સાથે બે બૂટલેગરોને ઝડપી પાડ્યા અને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશને લઈ જવાયા હતા. આમ સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને ફિલ્મી ઢબે હિંમતભેર સ્ટેટ વિજીલન્સની ટીમે દારૂ ભરેલી કાર અને બૂટલેગરોને ઝબ્બે કર્યા.