20 માર્ચ ચકલી દિવસ,
21 માર્ચ વન દિવસ,
અબોલ સેવા, અનમોલ સેવા.
સખ્ત ગરમીમાં જ્યાં માનવીને પણ બહાર પીવાના પાણીના ફાંફાં પડી જાય છે ત્યાં આ અબોલ જીવોની શુ હાલત હોઈ શકે?કુદરતી સ્ત્રોત નદી, નાળા કે તળાવ મોટા ભાગે સુકાઈ જવાની સ્થિતિમાં હોય છે. માનવી તો રૂપિયા ખર્ચીને સંતોષ મેળવી લે, પણ આ પશું-પક્ષીઓનુ શુ?
દર વર્ષની જેમ આ વર્ષે પણ 20 માર્ચ ચકલી દિવસે અંદાજીત 300 થી પણ વધુ પક્ષીઓના પાણી પીવાના કુંડા ઐઠોર અને આસપાસના ખેતર વિસ્તારમાં વિતરણ કરવામાં આવે છે.આશિષ પટેલ, મુકેશ પટેલ અને અન્ય સ્વયંસેવકો સાથે મળી સમય મળે તેમ સતત જીવદયાની સેવામાં કાર્યશીલ રહે છે.
સહયોગ ગ્રુપ એનિમલ હેલ્પલાઇન,ઐઠોર (ઊંઝા)જીવદયાના ક્ષેત્રમાં સમાજમાં જનજાગૃતિ ફેલાવવા સાથે રખડતા બીમાર પશુ પક્ષીઓની સેવા-સારવાર, પાણી પીવાના માટીના કુંડા, સિમેન્ટના નાની ટાંકીઓ, કુતરાઓને ખાવાનુ મુકવા ચાટ,ચકલીઓના રહેવાના માળા, કીડીઓને ચુરમુ ખવડાવવા ખાલી શ્રી ફળ,ચોમાસામાં ફ્રી રોપાઓનું વિતરણ, જ્યાં પક્ષીઓના દાણા પાણીની સગવડ ના હોય ત્યાં દાણા પહોંચાડવા,ફ્રી મેડિકલ કેમ્પ વગેરે જેવી અનેકવિધ સેવાકીય પ્રવુતિઓ તટસ્થ અને બિનરાજકીય રીતે સમયાંતરે છેલ્લા 23 વર્ષથી એકધારી બિલકુલ નિઃશુલ્ક સેવા કરી રહી છે.