ગુજરાત રાજ્યમાં એન્જિનિયરિંગ અને ફાર્મસી પ્રોગ્રામ્સમાં પ્રવેશ માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા દર વર્ષે ‘ગુજરાત કોમન એન્ટ્રન્સ એનર્જી ટેસ્ટ’ નું આયોજન કરવામાં આવે છે. જીટીયુ સંચાલિત અને વિદ્યાર્થીઓના હિત માટે સદાય અગ્રેસર રહેનાર ગુજરાત પાવર એન્જિનિયરિંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, મેવડ દ્રારા તારીખ 26 માર્ચ 2023 ના રોજ GUJCET 2023 ફ્રી મોક ટેસ્ટ નું આયોજન કરવામાં આવ્યું છે. જીપેરી-જીટીયુ દ્રારા પ્રથમવાર આ પ્રકારની પરીક્ષા ઓનલાઈન માધ્યમથી લેવામાં આવશે. આ ઓનલાઈન મોક ટેસ્ટમાં તૈયાર કરેલ પ્રશ્નબેંક અગાઉ યોજાયેલ પરીક્ષાને ધ્યાનમાં રાખીને નિષ્ણાત ફેકલ્ટીઓ દ્રારા ચકાસીને તૈયાર કરવામાં આવેલ છે. આ પરીક્ષાનો મુખ્ય આશય વિદ્યાર્થીઓના સ્વ-મનોબળને ચકાસવા ઉપરાંત આવનાર મુખ્ય પરીક્ષામાં એ લાભદાયી બને એવો છે. આ પરીક્ષાને લગતી લિન્ક કોલેજ વેબસાઇટ પર ઉપલબ્ધ કરવામાં આવી છે. વધુ માહિતી માટે આપેલ નંબર પર સંપર્ક કરવો. સંપર્ક નંબર :- +919033992273