પાલનપુર, તા.૨૦ નગર સેવા સદન કચેરી પાલનપુરના વોર્ડ નં.૪ અને ૫ જે શહેરના કોટ અંદરના વિસ્તાર છે આ વિસ્તાર મુસ્લિમ પ્રભુત્વ ધરાવતો વિસ્તાર છે અને આ વિસ્તારમાં મુસ્લિમ ધાર્મિક સ્થળો આવેલા છે જેથી આ વિસ્તારમાં લાંબા સમય પહેલા ખુલ્લી ગટર યોજના કરવામાં આવેલ જે ગટર તૂટી જવાથી ગંદુ પાણી રોડ ઉપર ઉભરાય છે તેમજ સમયસર ડોર
ટુ ડોર કચરા કલેકશનની વ્યવસ્થા ના મળવાથી આ વિસ્તારમાં જાહેર માર્ગ ઉપર કચરાના ઢગ ખડકાય છે તેમજ સફાઈ કામદારો દ્વારા નિયમિત સફાઈ ના થતી હોવાના કારણે પારાર ગંદકી થવા પામેલ છે. જેથી સામાન્ય દિવસમાં ધાર્મિક સ્થળે જતા લોકોની લાગણી દુભાય છે.
આગામી દિવસોમાં તા.૨૨- ૩-૨૦૨૩થી પવિત્ર રમઝાન
માસ ચાલુ થતો હોઈ આ વિસ્તારમાં ધાર્મિક સ્થળો આવેલ પ્ર હોઈ કોઈની ધાર્મિક લાગણી દુભાય નહીં તે માટે વોર્ડ નં.૪ અને પના જાહેર માર્ગની સફાઈ તેમજ ખુલ્લી ગટરોની નિયમિત ગ્ર સાફ-સફાઈ ડોર ટુ ડોર કચરા કલેકશનની વ્યવસ્થા નિયમિત કરવી તે બાબતે પાલનપુર સં પાલિકાના સદસ્ય દ્વારા નગર હ સેવા સદન પાલનપુરને જાણ કરવામાં આવી છે.