આ બંધનું એલાન કે કર્ફ્યુ હોવાના કારણે બજારો બંધ નથી
પરંતુ ચાણસ્માના બજારોમાં ઉનાળાની અસર વર્તાઈ બપોરે બે થી ચાર વાગ્યા સુધી સુમસામ ભાસતું ચાણસ્માનું બજાર
ધીમા પગલે ઉનાળાની શરૂઆત થઈ રહી છે ત્યારે ચાણસ્મા શહેરમાં ઉનાળાને સિદ્ધિ અસર ચાણસ્મા ના બજારોમાં જોવા મળી રહે છે બપોરે 2 વાગ્યાથી ચાર વાગ્યા સુધી ચાણસ્માના સરદાર ચોકથી મુખ્ય બજાર રીતસર વેપારીઓ આરામ ફરમાવતા જોવા મળી રહ્યા છે અને લોકોની અવરજવર પણ બંધ થઈ જતા જાણે ચાણસ્મા શહેરમાં કર્ફ્યું હોય તેવી સ્થિતિ જોવા મળે છે હજી તો ફાગણમાં જ પૂરો થયો છે અને ગરમી પણ બરાબર પડતી નથી.
એક બાજુ વાતાવરણ બદલાવવાના કારણે વાદળ છવાયુ વાતાવરણ સાથે સાંજના સમયે પવન ફૂંકાવો અને ઝરમર વરસાદ પડતો હશે પરંતુ ચાણસ્મા બજારમાં તો ગરમી પહેલા જ બપોરે બે થી ચાર જાણે બજારો બંધ જોવા મળતા ઉનાળાની અસર વર્તાતી હોય તેવું જોવા મળી રહ્યું છે અને બહારથી ખરીદી કરવા માટે આવતા લોકો પણ બપોરે બે થી ચાર સુધી ચાણસ્મા બજારમાં ખરીદી કરવા માટે આવવાનું ટાળે છે જ્યારે બરાબર ઉનાળો જામશે ત્યારે તો બપોરે 1:00 વાગે થી 5:00 વાગ્યા સુધી ચાણસ્મા ના સરદાર ચોક થી મુખ્ય બજાર વેપારીઓ આરામ ફરમાવતા હોવાથી રીતસરની કર્ફ્યુ જેવી સ્થિતિ જોવા મળે છે બુધવારે ચૈત્ર માસના પ્રથમ દિવસે ચાણસ્મા ના સરદાર ચોકથી મુખ્ય બજાર સુધી બપોરના બે વાગ્યાથી ચાર વાગ્યા સુધીમાં બજારો બંધ હોવાના કારણે માત્ર ક્યાંક એકલદોકલ માણસ આવન જવાનું કરતાં જોવા મળતા ચાણસ્મા નું બજાર સુમસામ ભાસતુ હતું