રાજ્ય સરકાર દ્વારા રાજ્યના શ્રમિકોને સસ્તુ ભોજન મળી રહે તે માટે ઈશ્રમ યોજના અંતર્ગત પાટણ ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના વરદ હસ્તી પાટણથી બે ભોજન કેન્દ્રો શુભારંભ કરવામાં આવે છે ત્યારે ચાણસ્મા ખાતે શ્રમિકો માટે સસ્તુ ભોજન ક્યારે આપવામાં આવશે એની રાહ શ્રમિકો જોઈ રહ્યા છે
હાલમાં ચાણસ્મા ખાતે શ્રમિકો માટે જ્યાંથી સસ્તુ ભોજન ફાળવણી કરવામાં આવે છે તે કેબિન શોભાના ગાંઠીયા જેવું બની રહ્યું છે અને હાલમાં 150 થી પણ વધારે સમી કોને સસ્તુ ભોજન મળતું નથી તો આ બાબતે તંત્ર દ્વારા શ્રમિકોને સાત્વિક અને શુદ્ધ ભોજન મળી રહે તે માટે શ્રમિકોની માગણીને ધ્યાન લઈને તંત્ર દ્વારા તાત્કાલિક ચાણસ્મા ખાતે શ્રમિકો માટેનું ભોજન વિતરણ થાય તે દિશામાં કામગીરી કરવા શ્રમિકો ની માંગ ઉઠવા પામી છે હાલમાં રવિ સિઝન હોય શ્રમિકો લણણી અને અન્ય ખેતીકામની મજૂરી માટે જતા હોય છે જે મને બપોરના સમયે ઘરે આવવામાં મોડું થતું હોય છે જેથી કરી સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે શ્રમિક ભોજન વિતરણ કેન્દ્ર શરૂ કરાય તેવી શ્રમિકોની માંગ ઉઠવા પામે છે