ચૈત્રી નવરાત્રીનો આરંભ થઇ રહ્યો છે. હિન્દુ નવું વર્ષ ચૈત્ર મહિનાના પ્રથમ દિવસથી પ્રારંભ થાય છે. દિવસે મહારાષ્ટ્રીયનોનું નવું વર્ષ ગુડી પડવો અને સિંધીઓનો પર્વ ચેટીચાંદ છે. દિવસથી ચૈત્રી નવરાત્રી શરૂ થાય છેે.
ગુડી પડવાના દિવસથી નવું વર્ષ શરૂ થવાની સાથે ઋતુપરિવર્તન પણ થાય છે. નવરાત્રી દરમિયાન થતાં વ્રત-અનુષ્ઠાન-પૂજન-અર્ચન વગેરે પર્યાવરણ શુદ્ધિ પણ કરે છે. ચૈત્રી નવરાત્રીમાં માતાજીની આરાધના કરવી ખૂબ ફળદાયી છે નવરાત્રી દરમિયાન ગુડી પડવો અને સિંધીઓનો તહેવાર ચેટી ચાંદનો પણ અનોખો સંગમ થયો છે. નવરાત્રી સમાપ્ત થાય છે. ચૈત્રી નવરાત્રીના પૂજનનો પ્રારંભ ગુડી પડવાએ શુભ મુહૂર્તમાં ઘટસ્થાપનથી થાય છે. મંદિરોમાં લોકોની ભીડ જોવા મળે છે.
ચેટી ચાંદ એ સમગ્ર વિશ્વમાં સિંધી સમુદાયના લોકોનો સૌથી લોકપ્રિય તહેવાર છે. ચેટી ચાંદ અને ઝુલેલાલ જયંતિ દર વર્ષે ચૈત્ર માસના શુક્લ પક્ષની બીજી તારીખે ઉજવવામાં આવે છે.
ચૈત્રનવરાત્રીના દિવસે લીમડાનું ખાસ મહત્વ હોય છે. દિવસથી ઉનાળાની શરૂઆત થતી હોય છે. જેથી શરીરમાં ઠંડક મેળવવા અને રોગોનો નાશ કરવા માટે લીમડાનું સેવન કરે છે.