ખાલિસ્તાન અલગાવવાદી નેતા અને વારિસ પંજાબ દેના પ્રમુખ અમૃતપાલ સિંહને પકડવા માટે પંજાબમાં સર્ચ અભિયાન આજે પણ ચાલુ છે. જો કે, વારિસ પંજાબ દેના વકીલનો દાવો છે કે પોલીસે અમૃતપાલ સિંહની ધરપકડ કરી લીધી છે પરંતુ આની સૂચના હજુ સુધી આપવામાં આવી નથી. પંજાબ પોલીસ કહી રહી છે અમૃતપાલ ફરાર છે.
પંજાબ પોલીસે દાવો કર્યો છે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને લઈને સ્થિતિ નિયંત્રણમાં છે. ખૂણે-ખૂણે પોલીસ ટીમ તૈનાત છે. એસએપી અને એસપીના નેતૃત્વમાં અર્ધસૈનિક બળોની કંપનીઓ આખા રાજ્યમાં ફ્લેગ માર્ચ કરી રહી છે. શાંતિ વ્યવસ્થા જાળવી રાખવા માટે શાંતિ સમિતિની બેઠકો કરવામાં આવી છે. અમૃતપાલ સામે શરુ થયેલ પંજાબ પોલીસના ક્રેક ડાઉન બાદ અત્યાર સુધી સમગ્ર પંજાબમાં વારિસ પંજાબ દે(WPD) સંગઠનના 112 કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. તેમાંથી 78 શનિવારે જ્યારે 34 રવિવારે પકડાયા.
અમૃતપાલ સિહ વારિસ દે પંજાબ નામના સંગઠનનો પ્રમુખ છે જેને અભિનેતા દીપ સિંધુએ શરુ કર્યુ હતુ. દીપ સિંધુના ગયા વર્ષે મોત બાદ અમૃતપાલ સિંહ આ સંસ્થાનો નેતા બની ગયો. તમને જણાવી દઈએ કે ખેડૂત આંદોલન દરમિયાન ગણતંત્ર દિવસ પર દીપ સિંધુની હિંસાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. અમૃતપાલ સિંહનો જન્મ પંજાબના જલ્લૂપુર ખેરામાં થયો હતો. તે સ્વયંભૂ ઉપદેશક છે જે પોતાને શીખ સમાજનો પ્રતિનિધિ ગણાવે છે. તેણે થોડા સમય પહેલા બ્રિટનમાં રહેતી એનઆરઆઈ કિરણદીપ કૌર સાથે લગ્ન કર્યા છે.
અમૃતપાલ દાવો કરે છે કે તે યુવાનોને ડ્રગ્સની જાળમાંથી બહાર કાઢશે. આ ઘોષણા પછી પંજાબ અને ભારતના અન્ય ભાગોમાં તેના ફોલોઅર્સની સંખ્યા વધી ગઈ. અમૃતપાલ સિંહ ખાલિસ્તાની સમર્થક જરનૈલ સિંહ ભિંડરાવાલેના પોતાનો આદર્શ ગણાવે છે. એક રિપોર્ટ મુજબ તે ભિંડરાવાલે જેવા જ કપડા પહેરે છે. ઉલ્લેખનીય છે કે જરનૈલ સિંહ ભિંડરાવાલેને ઈન્દિરા ગાંધીની સરકાર દરમિયાન ઑપરેશન બ્લૂ સ્ટારમાં ઠાર મારવામાં આવ્યો હતો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.