મહેસાણા એસઓજી ટીમના હેડ કોન્સ્ટેબલ દિલીપ કુમાર તથા અ. હેડ કોન્સ્ટેબલ નરેશભાઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલ અબ્દુલ ગફારને બાતમી મળી હતી.છઠીયારડા ગામમાં સધી માતાજી મંદિર પાસે બાવળની જાળીઓમા કોઈ શખ્સ બંદૂક લઇ બેઠો છે અને શિકાર કરવા આવ્યો હોવાની બાતમી મળતા એસઓજી ટીમે સ્થળ પર જઇ શખ્સને ઝડપવા જતા પોલીસ જોઈ એક બંદૂક મૂકી અને એક બંદૂક લઇ શિકાર કરવા આવેલો શખ્સ ભાગ્યો હતો. બાદમાં પોલીસે તેને ઝડપી લીધો હતો તપાસ દરમિયાન શખ્સ મહેસાણાના રાધનપુર ચોકડી પાસે લશ્કરી કુવા છાપરામાં રહેતો શેરખાન સિંધી હોવાનું સામે આવ્યું હતું.
એસઓજી ટીમે લાયસન્સ વગરની દેશી હાથ બનાવટની એક નાળ વાળી લાકડામાં ફિટ કરેલ બે બંદૂક કબજે કરી શિકાર કરવા આવેલા શખ્સને ઝડપી કુલ 4,000 નો મુદ્દામાલ કબજે કરી તેની વિરુદ્ધ મહેસાણા તાલુકા પોલીસ મથકમાં આર્મ એકટ 1959 ની કલમ 25 (1) (બી)(એ) મુજબ ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.