સંસ્કૃત ભારતી આયોજિત સંસ્કૃત ગૌરવ પરીક્ષામાં ગુજરાત પાવર એન્જિનિયરિંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, મેવડ કોલેજના 7 વિદ્યાર્થીઓએ વિશેષ યોગ્યતા 13 વિદ્યાર્થીઓએ પ્રથમ તેમજ બાકીના વિદ્યાર્થીઓએ દ્વિતીય અને તૃતીય ક્રમ પ્રાપ્ત કરી કોલેજ અને પરિવારનું ગૌરવ વધાર્યું હતું. આ પરીક્ષાનું આયોજન તારીખ 07 જાન્યુઆરી 2023 ના રોજ કોલેજ કેમ્પસમાં કરવામાં આવ્યું હતું. જેમાં 26 વિદ્યાર્થીઓએ પ્રવેશિકા અને પ્રદીપિકા તેમજ 4 વિદ્યાર્થીઓએ પ્રમોદીકા અને પ્રવાહિકા એમ 4 સ્ટેજમાં શ્રી મેહુલ સુતરીયા; ગ્રંથપાલના સંચાલન હેઠળ પરીક્ષા આપી હતી. જીપેરી કેમ્પસમાં છેલ્લા 2 વર્ષથી આ પરીક્ષાનું આયોજન સફળ રીતે કરવામાં આવે છે. આચાર્ય શ્રી ડો. ચિરાગ વિભાકર, વહીવટી વડા શ્રી ડો. કિશોર રાજપુત, એસ. એન્ડ એચ વિભાગના વડા શ્રી પ્રો. (ડો.) જિગ્નેશ પટેલ, મિકેનિકલ વિભાગના વડા શ્રી પ્રો. (ડો.) વિવેક પટેલ અને કમ્પ્યુટર વિભાગના વડા શ્રી પ્રો.અમૃતા ચિત્રાન્શી એ હાજરી આપી વિદ્યાર્થીઓનું અભિવાદન કરી એમને સર્ટિફિકેટ આપ્યા હતા. જીપેરી દ્વારા અવારનવાર આવી પરીક્ષાઓ અને પ્રવૃતિઓ દ્વારા યુવાપેઢીને ભારતીય સંસ્કૃતિ પ્રત્યે જાગૃત કરવા પ્રેરણા અપાય છે.