ઊંઝા હાઇવે પર આવેલી કિનારા ગેસ્ટ હાઉસમાં બહારથી છોકરીઓ બોલાવી દેહ વેપારનો અનૈતિક ગેરકાયદેસર ધંધો થતો હોવાની બાતમી મળતા પોલીસે રેડ કરી હતી. જેમાં રંગે હાથ ઝડપાતા હોટલ માલિક તેમજ ગ્રાહક સામે ઘણા વર્ષો બાદ કાર્યવાહી કરતા ટોક ઓફ ટાઉન બન્યું છે. આ પ્રકારની પોલીસ કાર્યવાહીથી નગરમાં ગેરકાયદેસર કુટણખાના ચલાવતી હોટલમાં ફફડાટ ફેલાયો છે
ઊંઝા હાઇવે પર આવેલા કેટલાક ગેસ્ટ હાઉસ તથા હોટલોમાં ગેરકાયદેસર અનૈતિક દેહ વ્યાપારના ધંધા ચલાવવામાં આવી રહ્યા હોવાની વ્યાપક રાવને પગલે પીઆઇ નિલેશ ઘેટીયાએ ટીમને સાથે રાખી હોટલો થતા ગેસ્ટહાઉસમાં ચેકીંગ દરમિયાન સિદ્ધપુર હાઇવે પર રેલવે લાઈન નજીક આવેલ કિનારા હોટલ એન્ડ ગેસ્ટહાઉસમાં કુટણખાનુ ચાલી રહ્યું હોવાની મળેલી બાતમીના આધારે પોલીસે ડમી ગ્રાહક મોકલી ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં હોટ્લમાં ચાલતા કુટણખાનાનો ભાંડો ફૂટ્યો હતો.
અમદાવાદ તથા વલસાડથી બે યુવતીઓ ગેસ્ટહાઉસમાં મળી આવી હતી. જેમાં એક ગ્રાહક યુવતી સાથે રૂમમાં કઢંગી હાલતમાં મળી આવી હતી. ખુલ્લેઆમ અનૈતિક દેહ વેપાર કરનાર ગેસ્ટહાઉસના માલિક અશોકભાઈ વિરમભાઇ ચૌધરી ઉ. વ. 44. રહે. દુધાતપુરા. તા. જી. પાટણ તથા ઝડપાયેલ ગ્રાહક કાનજીભાઈ ધજાભાઇ ચૌધરી ઉ. વ. 41 ગામ સરેલ.તા. હારીજ ની અટકાયત કરી અનૈતિક વ્યાપાર પ્રતિબંધ અધિનિયમ હેઠણ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.