લોકસભા સચિવાલયે રાહુલ ગાંધીનું સભ્યપદ રદ્દ કરી દીધું છે. માનહાનિના કેસમાં સુરતની કોર્ટે ગુરુવારે રાહુલને 2 વર્ષની સજા ફટકારી હતી. રાહુલ ગાંધીએ 2019માં કર્ણાટકની સભામાં મોદી સરનેમ વિશે વિવાદીત નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું- બધા ચોરની અટક મોદી કેમ હોય છે?
મોદી સરનેમ પર રાહુલ ગાંધીના નિવેદન બદલ ભાજપે સંસદમાં તેમની માફીની માગ કરી હતી. ભાજપનું કહેવું છે કે રાહુલનું સંસદ સભ્યપદ રદ કરવું જોઈએ. આ મુદ્દે સંસદમાં બંને ગૃહમાં ભારે હોબાળો થયા હતો. આ તરફ કોંગ્રેસ કાર્યાલય બહાર રાહુલની સજાનો વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું છે.