ઊંઝાના ભેમાતપરામાં એક શખ્સ પોતાની રહેણાંક જગ્યાએ ભારતીય બનાવટનો વિદેશી દારૂ વેચી રહ્યો છે. જે પોલીસે હકીકતના આધારે એ જગ્યાએ રેડ કરી હતી. જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ અલગ અલગ બ્રાન્ડનો મળી આવ્યો હતો. પોલીસે મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને પ્રજાપતિ અનિલકુમારની ધરપકડ કરી હતી. આઈ પી સી સેક્શન કલમ 65(a)(a) મુજબનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથધરી છે. વધુમાં પોલીસે પ્રજાપતિ અનિલને પૂછતાં દારૂ ક્યાંથી લાવેલો અને ક્યાં વેચાણ કરવાનું હતું. જે પૂછતાં અનિલે જણાવેલું કે માઉન્ટ આબુથી એક મિત્ર પાસે પોતાના પીવા માટે મંગાવેલો હતો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.