વડનગર તાલુકાના સુલીપુર ગામમાંથી વધુ એક શેરબજારનું ગેરકાયદે ડબ્બા ટ્રેડિંગ ઝડપી પાડ્યું છે. પોલીસે ચાર પૈકી એક શખ્સની જેના પર ટ્રેડિંગ ચલાવાતું હતું તેવા મોબાઇલ સાથે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.સુલીપુર ગામનો ઠાકોર કિરણજી શકુરજી ગામની સીમમાં માર્કેટ પ્લસ નામની એપ્લિકેશનના માધ્યમથી શેરબજારની વધ-ઘટ અને તેના ભાવ જોઈ લોકોને શેરબજારમાં વધુ કમાણી કરી આપવાની ટિપ્સ આપી સ્ટોક એક્સચેન્જના લાયસન્સ વિના શેર લે-વેચનો ધંધો કરાવતો હોવાની બાતમી આધારે મહેસાણા એસઓજીની ટીમે બાવાવાળા આંટામાં મોબાઈલ ફોન ઉપર શેરબજારના ભાવની વધ-ઘટ જોતા દિનેશજી શકુરજી ઠાકોરને ઝડપી પાડ્યો હતો.ડબ્બા ટ્રેડિંગમાં 4 સામે ગુનો
1. દિનેશજી શકુરજી ઠાકોર
2. વોન્ટેડ શૈલેશ છનાજી ઠાકોર
3. વોન્ટેડ ગોવિંદ હીરાજી ઠાકોર
4. વોન્ટેડ ભોલાજી મેંઠાજી ઠાકોર
(રહે. તમામ સુલીપુર, તા. વડનગર)
પોલીસે જેના માધ્યમથી શેરબજારનું ટ્રેડિંગ કરાતું હતું તે મોબાઈલ કબજે કરી શેરબજારના આ ગેરકાયદે ડબ્બા ટ્રેડિંગ ચલાવનાર ગેંગના અન્ય ત્રણ શખ્સોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ઝડપાયેલા દિનેશજીની પૂછપરછ કરતાં ગુગલ ઉપરથી મોબાઇલનો ડેટા મેળવી લોકોને શેરબજારમાં નાણાં રોકાવીને વધુ નફો થાય તો અન્ય ચાર બેંક એકાઉન્ટમાં નાણાં નખાવતા હતા. બેન્ક એકાઉન્ટ ધારક દ્વારા કમિશનના નાણાં કાપી બાકી વધેલા નાણાં ચારે જણા ભાગ પાડતા હતા.