પાલનપુર નજીક આવેલા ચિત્રાસણી 108ના સ્ટાફ દ્વારા દર્દીના ઘરેસફળ પ્રસુતિ કરાવી
ગુજરાત સરકાર અને EMRI GREEN HEALTH સર્વિસ દ્વારા ચાલતી નિશુલ્ક સેવા એટલે 108 એમ્બ્યુલન્સ સેવા આ સેવા ગુજરાત ભર મા મોખરે છે અને તેનો ઉત્તમ ઉદાહરણ આજે 108 ની ટીમે પૂરું પાડ્યું છે.
આજ રોજ ચિત્રાસણી 108 ની ટીમ ને અંદાજે 12:44 વાગ્યે આંત્રોલી ગામે પ્રૂસુતી ની પીડા નો કોલ મળ્યો હતો મળતાની સાથે જ 108 ની ટીમ ના EMT સુરેશ પરમાર અને pilot ભરત ઠાકોર ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સ્થળ પર પહોંચ્યા ને દર્દી કિસ્મત બેન ને તપાસતા દર્દી એ પ્રસુતા નો અસહ્ય દુખાવા સાથે ની ફરિયાદ કરી હતી અને 108 ના તાલીમ બધ્ધ EMT સુરેશ પરમાર એ એક ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર અમદાવાદ હેડ ઑફિસ સ્થગીત ડૉ શ્રી ના માર્ગદર્શન હેઠળ અને સાથી પાઇલોટ ભરત ઠાકોર ની મદદ વડે સફળ પ્રસુતિ કરાવી હતી અને દર્દી ને વધુ સારવાર માટે નજીક ના ચિત્રાસણી ખાતે સરકારી હોસ્પિટલ માં લઇ ગયા હતા અને તેમના પતિ અક્ષય ભાઈ એ 108 ની સમગ્ર ટીમ નો આભાર વ્યકત કર્યો હતો .