ભારત સરકાર ના નેશનલ ઇન્ટેલેકચ્યુયલ પ્રોપર્ટી અવેરનેસ મિશન અંતર્ગત Intellectual Property Rights વિષય પર તા. 29-03-2023ના રોજ એક રાષ્ટ્રીય વેબીનાર નું આયોજન કરાયું હતું. આ વેબીનાર સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, નેત્રંગ, ભરૂચ, ગુજરાત અને આર્ટ્સ અને કોમર્સ કોલેજ, ખાપર, મહારાષ્ટ્ર દ્વારા સહિયારા પ્રયાસ રૂપે આયોજિત થયો હતો. આ વેબીનાર ના નિષ્ણાત વક્તા શ્રી અમોલ પાટીલે ભારત સરકાર દ્વારા વ્યકિત, સંસ્થા કે પ્રાઈવેટ કંપની ના બૌધ્ધિક મિલકત અંગે ના હકો વિષે જણાવ્યુ હતું.
ભારતના વિદ્યાર્થીઓ આવી પેટન્ટ વિકસાવે અને નવીન શોધો કરે તે બાબતે શિક્ષકોના યોગદાન પર તેમણે ભાર મૂક્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં આર્ટ્સ અને કોમર્સ કોલેજ, ખાપર, મહારાષ્ટ્ર ના ચેરમેન બાપુ સાહેબ વી.સી. ચૌધરી એ આવા કાર્યક્રમો દેશના વિકાસ માટે જરૂરી છે એમ જણાવ્યુ હતું. સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, નેત્રંગ, ગુજરાતના આચાર્ય ડૉ. જી.આર પરમારે પેટન્ટ અંગે માહિતી આપી હતી. આર્ટ્સ અને કોમર્સ કોલેજ, ખાપર, મહારાષ્ટ્ર ના આચાર્ય શ્રી ડૉ. વી.આઈ ગિરાસે એ ભાગ લેનાર તમામ અધ્યાપકો ને બિરદાવી એમને રાષ્ટ્રનિર્માતા કહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન અને આયોજન આર્ટ્સ અને કોમર્સ કોલેજ, ખાપર, મહારાષ્ટ્ર ના IQAC સંયોજક ડૉ. પી. બી. ઘંટે એ કર્યું હતું. કાર્યક્રમની આભારવિધિ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, નેત્રંગના ડૉ. જસવંત રાઠોડે કરી હતી. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ગુજરાત અને મહારાષ્ટ્રના અધ્યાપકો અને સંશોધકો જોડાયા હતા.