મહેસાણા આઝાદી કૂચનો મામલો
ધારાસભ્ય શ્રી જીજ્ઞેશ મેવાણી,કૌશિક પરમાર,સુબોધ પરમાર,રમુજી પરમાર,કલ્પેશ શાહ,રેશમાં પટેલ સહિત તમામ લોકો નિર્દોષ જાહેર.
મહેસાણા સેસન્સ એન્ડ ડિસ્ટ્રીકટ કૌર્ટનો સક્રવતી ચુકાદો.
વર્ષ 2017 માં મહેસાણા ખાતે થી ધાનેરા સુધી જમીન આંદોલન ને લઈને કરવામાં આવેલી આઝાદીકૂચ મામલે આજે મહેસાણા સેસન્સ એન્ડ ડિસ્ટ્રિક્ટ કૌર્ટ દ્વારા નીચલી કૌર્ટના ચુકાદાની વિરુદ્ધ જજમેન્ટ આપી સર્કવતી ચુકાદો આપતા નોંધ્યું છે કે આખી એફ.આઈ.આર.બેજ વગરની (પાયા વગરની) છે.
અગાઉ જ્યૂડીશ્યલ મેજિસ્ટ્રેર ફર્સ્ટ કલાસે તમામ આરોપીને 3 મહિનાની કેદ અને 1000 રૂપિયા દંડ કર્યો હતો જેના વિરુદ્ધમાં રાજ્ય સરકાર સજા વધારવા અપીલમાં ગઈ હતી.
મહેસાણા કૌર્ટ આજે ચુકાદો આપી
જીજ્ઞેશ મેવાણી
કૌશિક પરમાર
સુબોધ પરમાર
રમુજી પરમાર
કપિલ શાહ
રેશમા પટેલ
અરવિંદ પરમાર
જોઈતારામ પરમાર
ગૌતમ શ્રીમાળી
ખોડીદાસ ચૌહાણ સહિત ના લોકોને નિર્દોષ છોડી મુક્યા હતા,કૌર્ટ નોંધ્યું હતું કે પોલીસે ફરિયાદ કર્યા સિવાય કોઈ મટેરિયલ,દસ્તાવેજો મેળવ્યાજ નોહતા.
પોલીસ સિવાય કોઈ સ્વતંત્ર સાક્ષી પણ નોહતા.
આ સિવાય નામદાર કૌર્ટ દ્વારા ખુબજ નાના માં નાની બાબતની નોંધ લઈને બેજ વગરની એફ.એફ.આઈ.સહિત બંધારણીય અધિકારોના ઉપયોગની વાત કરી તમામ લોકોને નિર્દોષ છોડ્યા હતા.એડવોકેટ એમ.આર.ગુર્જર,એડવોકેટ રાહુલ શર્મા,એડવોકેટ તસ્લિમ બેલીમ,એડવોકેટ અનિરુદ્ધ સિંહ ઝાલા,એડવોકેટ ચિરાગ મકવાણા સહિતના અનેક મિત્રોએ આ અંગે દિવસ રાત મહેનત કરી રજૂઆતો કરી હતી જેના પરિણામે આજે તમામ લોકો નિર્દોષ છૂટયા હતા.