(માહિતી બ્યુરો, પાટણ )
આજરોજ સિદ્ધપુર તાલુકાના કોટ અને દેથળી ગામે માન. જીલ્લા પ્રમુખશ્રી ભાનુમતીબેન મકવાણા તથા મહિલા અને બાળ વિકાસ વિભાગના ચેરમેનશ્રી સેજલબેન દેસાઈ દ્વારા આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવ્યું.
આંગણવાડી કેન્દ્રોના લોકાર્પણ પ્રસંગે “ પોષણ પખવાડિયા મિલેટસ માર્ચ ૨૦૨૩ “ ની પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી. જેમાં મિલેટસ ( શ્રી અન્ન ) ધાન્યનો ઉપયોગ કરી રંગોળી પુરવામાં આવી અને મિલેટસ (રાગી, બાજરી, મોરૈયો, જુવાર, કોદરી, બંટી) વગેરેમાંથી વિવિધ વાનગીઓ તેમજ વિસરાતી વાનગીઓ બનાવી તેઓનું નિદર્શન કરવામાં આવ્યું. લોકાર્પણ દિવસે દાતાઓશ્રી દ્વારા આંગણવાડીઓના બાળકોને ડીસ/ગ્લાસ/ વાટકી–ચમચી/ ટોપી ઉપરાંત બાળકોને તિથી ભોજન આપવામાં આવ્યું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભાનુમતીબેન મકવાણાએ જણાવ્યું કે આજે બાળકોના સર્વાંગી વિકાસ માટે આજે મિલેટસની બનેલ વાનગીઓ પણ આપવી જરૂરી છે.
આ કાર્યક્રમમાં I.C.D.S. વિભાગના જીલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રી ગૌરીબેન સોલંકી, સી.ડી.પી.ઓ.શ્રી રંજનબેન શ્રીમાળી, ગામના આગેવાનશ્રીઓ, સુપરવાઈઝરશ્રી દક્ષાબેન ઠક્કર, આઈ.સી.ડી.એસ. સ્ટાફ, આંગણવાડી કાર્યકર બેનો/તેડાગરબેનો તેમજ ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.