ભારતને જી-૨૦નું અધ્યક્ષ પદ આપવામાં આવેલ છે .દેશના લાખો યુવાનો તેમજ સામાન્ય નાગરીકો જી-૨૦ સાથે અર્થપુુુર્ણ રીતે જોડાઈ શકે તે માટે મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવેલ.
જે રેલી મહેસાણા પોલીસ હેડ કવાર્ટર ખાતેથી પ્રસ્થાન કરી માનવઆશ્રમ ચોકડી થઇ મર્ચન્ટ કોલેજ બાસણા ખાતે જનાર છે અને તે રૂટથી પરત પોલીસ હેડ કવાર્ટર ખાતે આવનાર છે. જે લગભગ ૧૮ કિલોમીટર જેટલો રૂટ છે.
જેમાં મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગી, નાયબ પોલીસ અધિક્ષક ડી.એમ.ચૌહાણ, નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક જે.જી.શેખ, તથા સાયકલ એશોસિયેશનના પ્રમુખ ર્ડા.મુકેશભાઇ પટેલે ફલેગ દ્વારા સાયકલ રેલીનું પ્રસ્થાન કરવામાં આવેલ. આ રેલીમાં કુલ ૨૫૦ જેટલા પોલીસ જવાનો, સાયકલ એસોસિયેશનના સભ્યો તથા બાળકોએ ભાગ લીધેલ…