બનાસકાંઠાનું નામ રોશન કરનાર અનિલ કુમાર રણાવાસિયા જૂનાગઢ ખાતે કલેક્ટર તરીકે નિમણુંક થતાં બનાસકાંઠાનું ગૌરવ વધાર્યુ
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના રાજપુર ગામના વતની અને ગાંધીનગર ખાતે રહેતા અનિલકુમાર રામજીભાઈ રણાવાસિયા ની ગતરોજ જૂનાગઢ કલેક્ટર તરીકે નિમણુંક કરવામાં આવી છે. ૨૦૧૪ની સાલમાં UPSC ની પરીક્ષા પાસ કરીને દેશસેવામાં જોડાયા હતા.
ત્યારે પાલનપુરના નાનકડા રાજપુર ગામમાંથી અભ્યાસ કરીને કલેક્ટરના પદ સુધીની સિદ્ધિ હાસલ કરનાર અનિલકુમાર રણાવાસિયા સરળ સ્વભાવ અધિકારી તરીકે નામના મેળવ્યા બાદ જૂનાગઢના કલેક્ટર તરીકે નિમણુંક થતાં સમગ્ર પરિવાર અને બનાસકાંઠા જીલ્લાનું અને નાનકડા ગામ એવા રાજપુરનું રોશન કર્યું છે.