નાના નખત્રાણા ગામની સાઈ વિલા રેસિડેન્ટ વિસ્તાર ગટરના પાણી મુખ્ય રોડ પર પહોંચ્યા…….નાના નખત્રાણા વિસ્તારમાં આવેલ સાંઈ વિલા રેસીડેન્સીની ગટર ઉભરાતા હાઇવે રોડ પર પાણી વહી નીકળ્યા હતા. અવરજવર કરતા લોકોને ભારે પરેશાની થઈ રહી છે. ભયંકર બદબુ મારતી ગટરમાંથી લોકોને પસાર થવું પડે છે. છેલ્લા છ મહિનાથી આ માર્ગ ઉપર સાંઈ વિલા રેસીડેન્સીની ગટર ઉભરાઈ રહી છે જવાબદારોને જાણ કરવા છતાં આંખ આડા કાન કરી રહ્યા છે. વાયદા ઉપર વાયદાઓ કરી આ સમસ્યાનો ઉકેલ આવતો નથી. નાના નખત્રાણા વિસ્તારના લોકોને અહીંથી પસાર થવું મુશ્કેલ બન્યું છે. અડધો કિલોમીટર સુધી આ ગટરનું પાણી ફરી વળ્યું છે. આ બાબતે જવાબદારોને જાણ કરવા છતાં હજુ સુધી પોતાની જવાબદારી પૂરી કરી નથી એવું નાના નખત્રણા ગામના મહેશભાઈ રબારીએ જણાવ્યું હતું.
અહેવાલ. રમેશ મહેશ્વરી-નખત્રાણા