શેર બજારની દુનિયામાં “પૈસા
ખેંચો,તમાશા દેખો’ જેવો તાલ
મોટા શેરબોર્કરો મજા કરે ને તેમના પન્ટરો કાયદાની ચૂંગાળમાં ફસાઈને જેલની હવા ખાય.
વિસનગર અને ગોઠવામાં પણ અંદાજિત 10 જેવા ડબ્બા ટ્રેડિંગના કેસ થયેલ છે અને વડનગર પંથકમાં 4 મહિનામાં ડબ્બા ટ્રેડિંગના 5 કેસ
વડનગર પંથકમાં 4 મહિનામાં ડબ્બા ટ્રેડિંગના 5 કેસ નોંધાયા છે. જેમાં 20 ડિસેમ્બર 2022ના કેસમાં 4, 7 ફેબ્રુઆરી 2023ના કેસમાં 4, જ્યારે 21 માર્ચ, 23 માર્ચ અને 24 માર્ચના કેસમાં 1-1 આરોપીની ધરપકડ કરી હતી. આ પાંચ કેસમાં અગાઉ થયેલા બે કેસમાં વોન્ટેડ બંને આરોપીઓને અગાઉ ઝડપી લેવાયા હતા.
વિસનગર પંથકમાંથી ડબ્બા ટ્રેડિંગ પકડાયું છે. વિસનગર તાલુકા પોલીસે ગોઠવા ગામે વાઘાજીપુરામાં રહેણાંક મકાનમાં રેડ કરી લાયસન્સ વગર માર્કેટ પ્લસ નામની એપથી શેરબજારની ટીપ્સ આપી શેરની લે-વેચ કરતા શખ્સને ઝડપી લીધો હતો. પોલીસે તેની પાસેથી ત્રણ મોબાઇલ મળી રૂ.17 હજારનો મુદ્દામાલ કબજે લઇ ગુનો દાખલ કર્યો છે.
વિસનગર તાલુકા પોલીસને ગોઠવાના વાઘાજીપુરામાં રહેતો ઠાકોર નયન ઉર્ફે પોપટ ભલાજી તેના રહેણાંક મકાનમાં લોકોને મોબાઇલ વડે ફોન કરી માર્કેટ પ્લસ નામની એપમાં શેરબજારની વધ-ઘટ જોઇ લોકોને શેરબજારમાં વધુ કમાવી આપવાની ટીપ્સ આપે છે અને સ્ટોક બજારનું કોઇપણ જાતનું લાયસન્સ ન હોવા છતાં તે લોકોને શેર બજારનો લે-વેચનો ધંધો કરી કમિશન મેળવી સરકાર સાથે છેતરપિંડી કરતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે પીઆઇ એન.પી. રાઠોડ સહિત સ્ટાફે ઘટના સ્થળે રેડ કરી નયન ઠાકોરને ઝડપી લીધો હતો. પોલીસે ઘટના સ્થળેથી ત્રણ મોબાઇલ કબજે લઇ તેની વિરુદ્ધ ધી સિક્યુરિટીઝ કોન્ટ્રેક્ટ રેગ્યુલેશન એક્ટ 1956ની કલમ 13, 14 અને છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાણ કારોનું કહેવું છે કે હાલમાં જે ડબ્બા ટ્રેડિંગના કેસ થાય છે તેમાં સામાન્ય વ્યક્તિ પકડાય છે તેમના માલિકો એટલે કે મુખ્ય દલાલો જેને બ્રોકર કહેવાય છે તે નથી પકડાતા અને તેમનું નામ પણ કેસમાં ખુલતું નથી તેનું કારણ શું?
શેર બજારની દુનિયામાં “પૈસા
ખેંચો,તમાશા દેખો’ જેવો તાલ
મોટા શેરબોર્કરો મજા કરે ને તેમના પન્ટરો કાયદાની ચૂંગાળમાં ફસાઈને જેલની હવા ખાય….
જાણકારોનું કહેવું છેકે હાલમાં જે ફરિયાદ કરવામાં આવેશે તે દેશી દારૂના કેસ જેવું હોય છે. દારૂનો મોટો અડ્ડો હોય પણ 20 લીટર અથવા 40 લીટરનો કેસ પોલીસ કરે છે એવુજ હાલ ડબ્બા ટ્રેડિંગમાં ચાલી રહ્યું છે…