વડનગર નાગરિક મંડળ સંચાલિત બી.એન.હાઈસ્કૂલ ઉચ્ચતર પ્રાથમિક વિભાગ વિદ્યાલયનું ગૌરવ
તાજેતરમાં લેવાયેલ નેશનલ મિન્સ કમ મેરિટ સ્કોલરશીપ ની પરીક્ષા મહેસાણા જિલ્લા ના ટોપ 10 માં આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો તેના બી.એન.હાઈસ્કૂલ ઉચ્ચતર પ્રાથમિક વિભાગ વિધાલયના 2 વિધાર્થીઓ (1) આફ્રિન બાનું એમ.કુરેશી જિલ્લામાં છઠ્ઠા ક્રમે (2) દિયા એ.સુથારે આઠમો ક્રમ મેળવી વિદ્યાલયનું ગૌરવ વધાર્યું છે. આ વિધાર્થીઓને ધો.12 સુધી દર વર્ષે 12000-00 એટલે કે 48000-00ની સ્કોલરશીપ મળશે.
આ પરીક્ષામાં આ વિદ્યાલયના કુલ 15 વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં 15 વિધાર્થીઓ પાસ થયા છે અને 100 ટકા રિઝલ્ટ પ્રાપ્ત કરેલ છે જેમાં મેરિટમાં વિદ્યાલયના ત્રણ વિધાર્થીઓ આવ્યા છે જેમાં બે વિધાર્થીઓએ મહેસાણા જિલ્લા ટોપ ટેનમાં સ્થાન મેળવ્યું છે.જ્યારે
પટેલ વેદાંત પ્રજ્ઞેશકુમારે મેરિટમાં સ્થાન મેળવ્યું છે આમ કુલ 15 વિધાર્થીઓ 3 વિધાર્થી ઓ સ્કોલરશીપનો લાભ મેળવશે…
આ માટે વડનગર નાગરિક મંડળના મેનેજમેન્ટ તરફથી તથા ટ્રસ્ટી જસ્મીનભાઈ દેવી તરફથી આ બંને વિધાર્થીઓ તેમના વાલીઓને તથા શાળાના પ્રિન્સિપાલ .ડી.એમ.પટેલ અને સારસ્વત મિત્રોને હાર્દિક અભિનંદન પાઠવીએ છીએ. આ વિદ્યાલય દર વર્ષે અવનવા સોપાનો સર કરી રહી છે અને તેની યશકલગીમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું છે…