આજે ચૈત્ર સુદ -13. છે. ત્યારે વિશ્વભરમાં જીવમાત્રના કલ્યાણ માટે ઉપદેશ આપનાર મહાવીરના જન્મ કલ્યાણનો દિવસ છે. આ નિમિતિ અમદાવાદ સહિત ગુજરાતભરમાં પ્રભુ ભગવાન મહાવીરની જયંતિ આસ્થા ઉલ્લાસપૂર્વક ઉજવવામાં આવી.
જૈન ધર્મના 24માં અને છેલ્લા તીર્થકર મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિત્તે વિવિધ જૈન સંઘો જિનાલયોમાં પ્રભુની સુંદર આંગી કરવામાં આવશે. જ્યારે વિવિધ જૈન સંઘોમાં અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવે છે. ભૂ મહાવીરનો જન્મ વર્તમાન બિહારના વૈશાલી જિલ્લામાં પટનાથી 29 માઈલ દૂર આવેલા બેસધા પટ્ટી નજીક આવેલા કુંડલ ગામમાં ચૈત્ર સુદ તેરસના દિવસે થયો હતો. આ દિવસ ગ્રેગેરિયન કેલેન્ડર પ્રમાણે 12 એપ્રિલનો મનાય છે. મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિત્તે અમદાવાદ સહિત ગુજરાતભરમાં અનેક સંઘો દ્વારા રથયાત્રાનું આયોજન કરાયું હતું..