પાટણ જિલ્લા વનરક્ષક/વનપાલ કર્મચારી મંડળ તેમજ પાટણ વનવિભાગ ના સંયુક્ત ઉપક્રમે નવીન વનરક્ષક માથી વનપાલ મા પ્રમોશન મળેલ તેમનો સત્કાર/સન્માન સમારોહ શ્રીમતી બિંદુબેન પટેલ સાહેબ (નાયબ વનસંરક્ષક શ્રી પાટણ) ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો…
આ કાર્યક્રમમા શ્રીમતી બિંદુબેન પટેલ સાહેબ (નાયબ વનસંરક્ષક શ્રી પાટણ), શ્રી ભરતભાઈ પટેલ સાહેબ (મદદનીશ વનસંરક્ષક શ્રી પાટણ), શ્રી પ્રવિણસિંહ ચૌહાણ (પ્રમુખશ્રી ગુજરાત રાજ્ય વનરક્ષક/વનપાલ કર્મચારી મંડળ તેમજ ઉપપ્રમુખશ્રી ગુજરાત રાજ્ય કર્મચારી મંડળ ગાંધીનગર), શ્રી પરિક્ષેત્ર વનઅધિકારી સાહેબ શ્રી ઓ (પાટણ જિલ્લા ના તમામ).. ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ મા નવીન પ્રમોશન મળેલ કર્મચારીઓ ને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યો હતા. તેમજ ઉપસ્થિત અધિકારી સાહેબશ્રીઓ એ નવીન પ્રમોશન મળેલ કર્મચારીઓ ને શુભેચ્છાઓ પાઠવી હતી.. આ કાર્યક્રમ ને સફળ બનાવવા શ્રી વી. એલ. દેસાઈ , શ્રી ભરતભાઈ નાડોધા, શ્રી ગૌરવભાઈ પટેલે ભારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન શ્રી દાનાભાઇ સોલંકી(ઉપપ્રમુખશ્રી પાટણ જિલ્લા વનરક્ષક/વનપાલ કર્મચારી મંડળ) એ કર્યું હતું