વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી આજે વિશ્વની મોટામાં મોટી પાર્ટી નું સ્થાન પ્રાપ્ત કર્યું છે અને અનેક આગેવાનો, કાર્યકર્તાઓએ પોતાનો બલિદાન અને યોગદાન આપી આજે ભારતીય જનતા પાર્ટીને મોટું વટ વૃક્ષ બનાવ્યું છે ત્યારે આજરોજ ભારતીય જનતા પાર્ટીના 44 મા સ્થાપના દિન ની ઉજવણી જિલ્લા પ્રમુખશ્રી ગીરીશભાઈ રાજગોર ના હસ્તે જિલ્લા ભાજપ કમલમ ખાતે ધ્વજારોહણ કરીને કરી હતી,
કમલમ કાર્યાલય ખાતે અનેક આગેવાનોને કાર્યકર્તાઓ વચ્ચે ગીરીશભાઈ રાજગોરે કેક કાપી સૌનું મોં મીઠું કરાવ્યું હતું. અને આતિશબાજી થી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે પી નડડાજી, અને દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર ભાઈ મોદીએ ભાજપના 44 માં સ્થાપના દિન પ્રસંગે સૌ કાર્યકર્તાઓને ભ્રષ્ટાચાર અને પરિવારવાદ સામે લડી રાષ્ટ્રીય ભાવના સાથે લોકોના મન પણ જીતવાની વાત કરી હતી..
ત્યારબાદ મહેસાણા જિલ્લા પ્રમુખ ગીરીશભાઈ રાજગોરે પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે આપણે સૌ કાર્યકર્તાઓ એ એક ટીમવર્ક તરીકે કામ કરી પાર્ટીને મજબૂત કરવાની છે અને આગામી સમયમાં વિપક્ષમાં કોઈપણ પાર્ટી હોય તેની આવનારી ચૂંટણીમાં ડિપોઝિટિ જપ્ત થાય તે પ્રકારની બૂથ લેવલની કામગીરી કરી પાર્ટીને વધુ મજબૂત કરવા આહવાન કર્યું હતું.
આજના આ સ્થાપના દિન નિમિત્તે પ્રદેશ મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ,જિલ્લા પ્રમુખ ગીરીશભાઈ રાજગોર, મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ અને બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી મયંકભાઈ નાયકની ઉપસ્થિતિમાં સૌપ્રથમવાર જિલ્લામાં રહેતા જનસંઘ વખતથી કામ કરતા આગેવાન અને કાર્યકર્તાઓનું સોમનાથ દાદા ની તસ્વીર, ખેસ અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
આજના સ્થાપના દિન પ્રસંગે ઊંઝા થી નારણ કાકા, પૂર્વ જિલ્લા પ્રમુખ કેશુભાઈ પટેલ, પૂર્વ જિલ્લા પ્રમુખ અંબાલાલભાઈ પટેલ, પૂર્વ મહામંત્રી શૈલેષ પટેલ અને ભગાજી ઠાકોર, નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ સાથે જિલ્લાના અનેક હોદ્દેદારો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.