વડનગર સ્વયંભુ બંધ અંગે જાહેર અપીલ
વડનગર શહેર ભાજપ દ્રારા વડનગર શહેરના વેપારી ભાઈ બહેનો ને વિનમ્ર અપીલ કરવામાં આવે છે કે વડનગર તાલુકાના સુલીપુર ગામના આર્મી જવાન જે સિક્કિમ ખાતે સેનાના ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા હતા. આર્મી જવાન રાયસંગજી સવાજી ઠાકોરનું સિક્કિમ ખાતેની તિસ્તા નદીમાં વાહન પલ્ટી જતાં અવસાન થયેલ છે.
તો સ્વ.આર્મી જવાન રાયસંગજી lના નશ્વર દેહ ને અંતિમ ક્રીયા માટે આવતી કાલે એમના વતન લાવવાના છે. એમની અંતિમયાત્રા મલેકપુર ગામથી વડનગર થઇ સુલીપુર એમના નિવાસ સ્થાને લઇ જવામાં આવનાર હોઈ વડનગર ના વેપારી ભાઈઓ ને આવતી કાલ તા.૭ એપ્રિલ શુક્રવારના રોજ઼ સ્વ.આર્મી મેનના માનમાં વેપાર ધંધા સ્વયંભુ બંધ રાખવા વડનગર શહેર ભાજપ દ્રારા અપીલ કરવામાં આવેલ છે