ગઈકાલે બીએ સેમ ટુ ના ઈંગ્લીશ ના પેપર માં બીએ ની જગ્યાએ ટાઈટલ માં બીએસસી હતું સાથે 70 માર્ક્સની પેપરની જગ્યાએ 75 માર્ક્સ નો પેપર પુછાયું હતું જેનાથી સમગ્ર કચ્છ ના વિદ્યાર્થી જગતમાં અસમંજસ નો માહોલ સર્જાય અને 40 મિનિટ જેવો સમય ગેરસમજ દૂર કરતા વિદ્યાર્થીઓનો સમય વેડફાયો , આજ રોજ આ સંદર્ભ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ રજુવાત કરતા , યુનિવર્સિટી ના પરિક્ષાનિયામક એ દોષ નો ટોપલો પ્રિન્ટિંગ એજન્સી પર ઢોળી પર દીધો હતો , જેના સંદર્ભે વારંવાર થતી આવી પ્રિન્ટિંગ ભૂલો અટકાવવા માટે જવાબદાર એજન્સી ને પ્રક્રિયા થી દૂર કરવા માં આવે એવી રાજુવાત કરવામાં આવી હતી.
*પેપર ચકાસણી માં ગેરરીતિ કરતા પ્રાધ્યાપક ને યુનિવર્સિટી માંથી ABVP ની માંગ બાદ દૂર કરાયો.
ગત BA સેમ 5 સોસ્યોલોજી વિશેની લેવાયેલ પરીક્ષામાં કુલ વિદ્યાર્થીઓના 48% વિદ્યાર્થીઓ ફક્ત CESO 511 અને CESO 512 વિષયમાં જ વિષયમાં ફેલ થયા હતા તેના સંદર્ભે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે અગાઉ બે વાર રજૂઆત ,આંદોલન કરી તપાસની માંગ કરી હતીપણ યુનિવર્સિટી તંત્ર દ્વારા કોઈ યોગ્ય નિરાકરણ ન લાવતા , ABVP દ્વારા પ્રતિક સ્વરૂપે 10 વિદ્યાર્થીઓની RTI મારફતે આન્સરશીટ માંગવા માં આવી હતી જેમાં ઉત્તરવહી ચકાસણી માં ગેરરીતિ જાણતા યુનિવર્સિટી પરીક્ષા નિમાયકશ્રી પાસે ઉગ્ર રજૂઆતકરી હતી, જે સંદર્ભે પેપર ચકાસણીમાં ગેરરીતિ થયું હોવાનું માલુમ પડતા જવાબદાર પ્રાધ્યાપક જીતેન્દ્ર વસાવા ને પરીક્ષાની સંપૂર્ણ કામગીરી માંથી કાયમ માટે અને યુનિવર્સિટીના શૈક્ષણિક કાર્યો માંથી દૂર કરવામાં આવે એવી માંગ ઉગ્ર માંગ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કરવામાં આવી , જે પાંચ કલાકના ઉગ્ર આંદોલન બાદ જીતેન્દ્ર વસાવાને પરીક્ષાની કામગીરી તથા શૈક્ષણિક કાર્યોમાંથી યુનિવર્સિટી દ્વારા સંપૂર્ણ રીતે બરતરફ કરવામાં આવ્યા સાથે ગેરરીતિ કરનાર પ્રાધ્યાપક જીતેન્દ્ર વસાવા દ્વારા ચેક કરેલા બધા જ પેપરો ને એક્સપર્ટ દ્વારા ચેક કરવામાં આવે એવી માંગ પણ કરવામાં આવી જે સંદર્ભે યુનિવર્સિટી દ્વારા આ બે વિષયોના ચેક કરેલા પેપરો બહારની યુનિવર્સિટીમાં એક્સપર્ટ દ્વારા ચેક કરવામાં આવશે અને ત્યારબાદ ફાઇનલ રીઝલ્ટ જાહેર કરવામાં આવશે તેવો નિર્ણય લીધો હતો.
અહેવાલ. રમેશ મહેશ્વરી