ખંભોળજ પેરિસના સંત યોસેફ દેવાલય ઓડ મુકામે પુણ્ય શુક્રવારની
ઉજવણી
આણંદ , તા . ૭ સંત યોસેફ દેવાલય ઓડ ખાતે આજે પુણ્ય શુક્રવારના દિવસે ૧૪ સ્થાનની ક્રૂસના માર્ગની ભક્તિ રજૂ કરવામાં આવી કૂસ ઉચકનાર યુવાન જયંતી પરમાર ગીત ઓડ કેથોલિક પરિવાર, સ્થાન વાંચન વિન્સેન્ટ પોલ ના પ્રમુખ રાજુભાઈ પરમાર સહયોગ ઉ. પ્રમુખ ડૉ. શૈલેષ વાણીયા શૈલ પવિત્ર વાતાવરણ ની અંદર કૂસ ના માર્ગની ભક્તિ પૂર્ણ કરવામાં આવીબોધ ડૉ. શૈલેષ વાણીયા શૈલ આપવામાં આવ્યો હતો.
ત્યાગ. બલિદાન અને સમર્પણ બારાબાસ એટલે જે ઈસુની જગ્યાએ મુક્તિ પામ્યો ઈસુને તેની જગ્યાએ ક્રૂસે જડવામાં આવ્યા . બારાબાસના જીવનમાં શું થયું ? શું તે લૂંટારો જ રહ્યોકેતેનામાં હૃદયપલટો આવ્યો તે આ આ ભક્તિ યાત્રા દ્વારા સ્પષ્ટર થશે છે. કેવી રીતે ઈસુ એના માટે જીવન આપીને તેનું જીવન બદલે છે. આજની યાત્રાનો સાર બોધ છે.
ડૉ. શૈલેષ વાણીયા શૈલ એ જણાવ્યું હતું. મિથુનભાઈ પરમાર તરફથી ચોકલેટ આપવામાં આવી હતી તથા મહેશભાઈ મેકવાન તરફથી આઈસ્ક્રીમ દરેક શ્રદ્ધાળુભાઈ બેનને આપવામાં આવી હતી. રાજુભાઈ તરફથી બધાનો આભાર માનવામાં આવ્યો હતો