શ્રીઆર.પી. અનડા કૉલેજ ઑફ એજ્યુકેશન, બોરસદનો બાવનમો વાર્ષિકોત્સવ / વય-નિવૃત્ત અધ્યાપકનો સન્માન સમારંભ યોજાયો*.
તા. 8 માર્ચ 2023 શનિવાર આણંદ જિલ્લાના શ્રી આર.પી.અનડા કૉલેજ ઑફ એજ્યુકેશન બોરસદનો બાવનમો વાર્ષિકોત્સવ તથા વય-નિવૃત્ત થતાં અધ્યાપક ડૉ.મિલનભાઈ બી.શાહનો અભિવાદન સમારંભ કાર્યક્રમ ટીચર્સ યુનિવર્સિટી, ગાંધીનગરના કુલપતિની અધ્યક્ષતામાં , કૉલેજના ટ્રસ્ટીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં , જુદી-જુદી કૉલેજના આચાર્યશ્રીઓ , વિવિધ શાળાઓના શિક્ષકો તથા આચાર્યશ્રીઓની અને આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો.
કાર્યક્રમમાં સંસ્થા દ્વારા સન્માન પત્ર આપી તથા ઉપસ્થિત મહાનુભાવોએ વય નિવૃત્ત થઈ રહેલાં ડૉ.મિલનભાઈ શાહની સુદીર્ઘ સેવાઓને બિરદાવી , સ્મૃતિચિહ્ન અર્પણ કરી ભાવિ જીવન માટે શુભકામનાઓ પાઠવી હતી તથા વિદાય લઈ રહેલાં સેમેસ્ટર ચારનાં પ્રશિક્ષણાર્થીઓને પણ ભાવિ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.