મહેસાણા પેરોલ ફ્લો ટીમના એ.એસ.આઈ નરેન્દ્રસિંહ અને હેડ કોન્સ્ટેબલ હર્ષદસિંહ ને ખાનગી રાહે બાતમી મળી હતી કે અમદાવાદ સહેરમાં આવેલા ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના ના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી ફરાર આરોપી ઠાકોર બળદેવજી રામાજી કડી તાલુકાના બલાસર ગામે પોતાના ઘરે હાજર છે.
બામતી મળતા મહેસાણા પેરોલ ફ્લો ટીમ આરોપીના ઘરે જઈને ઠાકોર બળદેવજીને ઝડપી સી.આર.પી.સી.કલમ 41 (1) મુજબ અટક કરી મહેસાણા શહેર એ ડિવિઝનમાં આરોપીની નોંધ કરાવ્યા બાદ ઘાટલોડિયા પોલીસને વધુ તપાસ માટે સોંપવામાં આવ્યો હતો.