મહેસાણા પેરલ ફર્લો સ્કોડના પીએસઆઇ એ.એન.દેસાઈની સૂચના અને માર્ગદર્શનથી સ્ટાફના માણસો અલગ અલગ જગ્યાએ પેટ્રોલિંગ કરી રહ્યા હતા. જે દરમિયાન નરેન્દ્રસિંહ અને જયદીપસિંહને સંયુક્ત માહિતી મળી હતી કે, લોગણજ પોલીસ સ્ટેશનની અંદર કેબલ ચોરી થઈ હતી અને જેનો ભેદ ઉકેલાઈ ગયો હતો. જે આરોપી છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો ફરે છે તે અત્યારે હાલ કડી મેલડી કૃપા સોસાયટીમાં હાજર તેના ઘરે છે. જેવી માહિતી મળતાની સાથે સ્ટાફના માણસો બાતમી વાળી જગ્યા ઉપર પહોંચી ગયા હતા. જ્યાં આરોપી પીન્ટુ ઉર્ફે માલિકને રંગે હાથ ઝડપી પાડી લોંગણજ પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.