રાજ્યના 3 હજાર કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવીથી સજ્જ કરવામાં આવ્યા છે. જ્યારે પરીક્ષામાં ગેરરીતી અટકાવવા 500થી વધુ ફ્લાઈંગ સ્ક્વોડ કાર્યરત રહેશે.
ગુજરાતમાં પેપરલીકના વિરોધમાં કાયદો બન્યા બાદ આજે સૌપ્રથમ અને સૌથી મોટી સ્પર્ધાત્મક પરીક્ષા યોજાવાની છે. રાજ્યમાં પેપરલીક ના થાય તે માટે રચાયેલ આગવી વ્યવસ્થા વચ્ચે રવિવારે ગુજરાત પંચાયત સેવા પંસદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાશે. આજે જુનિયર ક્લાર્કની પરીક્ષામાં રાજ્યના 9 લાખ 58 હજાર ઉમેદવારો પરીક્ષા આપશે. સરકારે કરેલ ખાસ વ્યવસ્થાના ભાગરૂપે, અમદાવાદ સહીત રાજ્યના વિવિધ શહેરોમાં એસટી બસની ખાસ સુવિધા ઉભી કરાઈ છે. જેનો મોટી સંખ્યામાં પરીક્ષાર્થીઓએ લાભ લીધો હતો.
રાજ્યના 3 હજાર કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવીથી સજ્જ કરવામાં આવ્યા છે. જ્યારે પરીક્ષામાં ગેરરીતી અટકાવવા 500થી વધુ ફ્લાઈંગ સ્ક્વોડ કાર્યરત રહેશે. પરીક્ષાર્થીઓએ સવારે 11: 45 સુધી પરીક્ષા કેન્દ્ર પર પહોંચવુ પડશે. તેમજ પરીક્ષા દરમિયાન તમામ કેન્દ્રો પર પોલીસ બંદોબસ્ત અને બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે
જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઇને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં કોઇ મુશ્કેલી ન પડે તે માટે હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. તમામ પરીક્ષા કેન્દ્રો પર જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પરીક્ષા લેવામાં આવશે.પરીક્ષામાં કોઇ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે પરીક્ષા કેન્દ્રો જાણીજોઇને દૂર રાખવામાં આવ્યા હોવાનું હસમુખ પટેલે જણાવ્યું હતું..