મતિયા દેવ ગુઙથર વારાના મેળા પ્રસંગે સમગ્ર કચ્છમાંથી મહેશ્વરી સમાજના એવા મતીયાદેવ ની માનતા પૂરી કરવા પગપાળા આવતા પદયાત્રીઓ માટે મતિયા દેવ પદયાત્રી કેમ્પનુ આયોજન મહેશ્વરી વિકાસ મંચ કચ્છ અને ધ પ્રાઇવેટ મેડિકલ પ્રેક્ટિસ એસોસીએશન ઓફ ઇન્ડિયાના સંયોગથી ત્રિદિવસીય મેડિકલ કેમ્પ અને આવતા પદયાત્રીઓ માટે જમવા નવા ધોવાની અને મેડિકલ સુવિધાનું આજરોજ દેશલપર નજીકમાં આશાપુરા આઈ મંડળના સ્થળ ઉપર આજરોજ સમાજના આગેવાનો વડીલો સંતો ની વચ્ચે દીપ પ્રગટાવીને અખિલ ભારત માતંગ મંડળના પ્રમુખ ધીરજ દાદા હસ્તે ખુલો મુકાયો હતો.
આ પ્રસંગે અબડાસા વિસ્તારના ધારાસભ્ય પીએમ જાડેજા ભુજ તાલુકા ભાજપના પ્રભારી રમેશભાઈ મહેશ્વરી નરેશભાઈ મહેશ્વરી કિશોરભાઈ પિંગલ સામતભાઈ મહેશ્વરી હિતેશ દાદા મળદપીર લઠેડી રમેશ ઘૂવા પ્રમુખ રાજુભાઈ દાફડા મહામંત્રી ઈશ્વરભાઈ મહેશ્વરી પીએમપી એસોસિએશનના ડોક્ટર રાવ સાહેબ ઉમેશ ભાઈ આચાર્ય પિયુષ સોમૈયા નાગજીભાઈ રબારી હબીબ શાહ સૈયદ કેપના દાતા બાબુભાઈ ફફલ કાર્યક્રમનું સંચાલન રાજુભાઈ દાફડા અને રામજીભાઈ મહેશ્વરી અને મહેશ્વરી સમાજની આખી ટીમ જયમત ઉઠાવી રહી છે