મહેસાણા જિલ્લાના ઊંઝાના કહોડા ખાતે આવેલા આરોગ્ય કેન્દ્રમા ECRP ફ્રેઝ 2 અંતર્ગત 20 બેડના આઇસોલેસન વોર્ડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં ઓક્સિજન પ્લાન્ટ પાઇપ લાઈન અને ઓક્સિજન કન્સટટર થી સજ્જ 20 પથારીના આઇસોલેશન વોર્ડનું ઉદ્ઘાટન કરાયું હતું
મંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં આ યોજના અંતર્ગત 124 કરોડ રૂપિયા મળ્યા હતા જે રાજ્ય સરકારે નાગરિકોની આરોગ્યની સુખ સુવિધા માટે ગ્રાન્ટનો ઉપયોગ કરી આરોગ્યનું સવલતભર્યુ માળખુ ઉભુ કર્યું છે. કહોડા ગામે ઓક્સિજન પાઇપલાઇન અને ઓક્સિજન કન્સટ્રટર સજ્જ 20 પથારીના આઇસોલેશન વોર્ડનું ઉદ્ધાટન કરાયું
આરોગ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે આ સુવિધામાં કોવિડ પરિસ્થિતિમાં 20 બેડનો ઉપયોગ કરી શકે તેવી સુવિધિ ઉભી કરાઇ છે. પરંતુ આગામી સમયમાં કોવિડના દર્દીઓ ન હોય ત્યારે સામાન્ય દર્દીઓઓને રાખી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરાઇ છે.