ગુજરાત અને ખાસ કરીને કચ્છ જખૌના બંદર પર ડ્રગસ અને શંકાસ્પદ પેકેટ પકડાવવાની ઘટના શરુ છે. ત્યારે વધુ એક વખત આવી ઘટના સામે આવી છે. અબડાસાના જખૌ દરિયાઈ વિસ્તારમાંથી બીએસએફની ટીમને ચરસના 10 પેકેટ મળી આવ્યાં હતા. જખૌના કરમથા દરિયા કિનારેથી BSFને પેટ્રોલિંગ દરમ્યાન બિનવારસી હાલતમાં ચરસના પેકેટ મળી આવ્યાં હતા.
BSF એક પેટ્રોલિંગ ટીમે સરહદી જખૌના દરિયા કિનારે આવેલા કરમથાના વરાયા થાર બેટમાંથી ચરસના 10 પેકેટ બિનવારસી હાલતમાં જપ્ત કર્યા હતા.આ ઝડપાયેલા પેકેટના પેકેજિંગ પર અફઘાન પ્રોડક્ટ બ્રાન્ડ લખેલું છે. અગાઉ પણ BSF, ગુજરાત પોલીસ, કોસ્ટ ગાર્ડ, કસ્ટમ્સે જખૌ કોસ્ટ અને ક્રીક વિસ્તારમાંથી ચરસના પેકેટો જપ્ત કર્યા છે.
કચ્છના દરિયા કાંઠે ફરી ચરસના પેકેટ મળી આવ્યા*. જખૌના લુણા બેટ પરથી ચરસના 10 પેકેટ મળી આવ્યા*
BSF ને પેટ્રોલિંગ દરમિયાન ચરસના 10 પેકેટ મળી આવ્ય*
અફઘાન પ્રોડક્ટ બ્રાન્ડ લખેલા પેકેટમાં ચરસ મળ્યું*
BSF એ ચરસ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી*