આંબેડકર અને મહારાજાની પ્રતિમાની સ્થાપના મામલે હિંસા:રાજસ્થાનના ભરતપુરમાં ગ્રામજનોએ પોલીસની ગાડીઓને આગ લગાવી, પથ્થરમારો કર્યો, પોલીસે ટિયરગેસના શેલ છોડ્યા
રાજસ્થાનના ભરતપુરમાં મહારાજા સૂરજમલ અને ડૉ.ભીમરાવ આંબેડકરની પ્રતિમાની સ્થાપનાને લઈને વિવાદ વધ્યો છે. બુધવારે રાત્રે ગ્રામજનો રસ્તા પર ઊતરી આવ્યા હતા. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો તેમણે પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો.
આ મામલો ભરતપુર જિલ્લાના નદબઈ વિસ્તારનો છે. રાત્રે 8 વાગ્યાની આસપાસ શરૂ થયેલો હોબાળો સવારે 2 વાગ્યા સુધી ચાલુ રહ્યો હતો. લોકોને હટાવવા માટે પોલીસને ટિયરગેસના શેલ છોડ્યા હતા. આજે સવારે પણ વાતાવરણ તંગદિલીભર્યું છે.
ખરેખર નગરપાલિકા નદબઈ વિસ્તારમાં 3 જગ્યાએ મૂર્તિઓની સ્થાપના કરાઈ રહી છે. ડિવિઝનલ કમિશનર સાંવરમલ વર્માની અધ્યક્ષતામાં સમિતિએ નક્કી કર્યું કે કુમ્હેર ચાર રસ્તા ખાતે મહારાજા સૂરજમલ, બૈલારા ચાર રસ્તા ખાતે બાબા સાહેબ ભીમરાવ આંબેડકર અને નગર ચાર રસ્તા ખાતે ભગવાન પરશુરામની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે, પરંતુ સ્થાનિક લોકોની માગ છે કે નદબઈનો મુખ્ય ચોક બૈલારા છે. આવી સ્થિતિમાં બૈલારા ચોકમાં મહારાજા સૂરજમલની પ્રતિમા સ્થાપિત કરવી જોઈએ. લોકોએ આ માગ માટે ધરણાં પણ કર્યા હતા.
પર્યટનમંત્રી વિશ્વેન્દ્ર સિંહે નિવેદન આપ્યું હતું કે તમે જે ઈચ્છો છો એ થશે, તમે ધરણાં સમેટી લેશો. આ દરમિયાન મંત્રીએ પત્રકાર પરિષદ યોજીને કહ્યું હતું કે બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમા બૈલારા ચારરસ્તા પર અને મહારાજા સૂરજમલની પ્રતિમા દેહરા ચોક પર સ્થાપિત કરવી જોઈએ. તેના કારણે જ વિરોધપ્રદર્શનો શરૂ થયાં હતાં
મંત્રીની પ્રેસ-કોન્ફરન્સ બાદ પત્ર જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં દેહરા ખાતે મહારાજા સૂરજમલ અને બૈલારા ચાર રસ્તા પર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમા સ્થાપિત કરવાની વાત કહેવામાં આવી હતી. આ પત્ર અને મંત્રીનું નિવેદન ગામના લોકો સુધી પહોંચતાં જ નદબઈમાં વિરોધ શરૂ થઈ ગયો હતો.
લોકો માગ કરવા લાગ્યા કે બૈલારા ચોકમાં મહારાજા સૂરજમલની પ્રતિમા સ્થાપિત કરવી જોઈએ. આ પછી આસપાસનાં ગામોના લોકો બૈલારા ચોક તરફ જવા લાગ્યા. વહીવટીતંત્રને આશંકા હતી કે જ્યાં મૂર્તિ લગાવવામાં આવશે એ ગુંબજ કદાચ તોડી નાખવામાં આવે નહીં, તેથી બૈલારા ચોક પર પોલીસ તહેનાત કરવામાં આવી હતી
રાજસ્થાનના ભરતપુરમાં મહારાજા સૂરજમલ અને ડૉ.ભીમરાવ આંબેડકરની પ્રતિમાની સ્થાપનાને લઈને વિવાદ વધ્યો છે. બુધવારે રાત્રે ગ્રામજનો રસ્તા પર ઊતરી આવ્યા હતા. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો તેમણે પોલીસ પર પણ પથ્થરમારો કર્યો હતો.
આ મામલો ભરતપુર જિલ્લાના નદબઈ વિસ્તારનો છે. રાત્રે 8 વાગ્યાની આસપાસ શરૂ થયેલો હોબાળો સવારે 2 વાગ્યા સુધી ચાલુ રહ્યો હતો. લોકોને હટાવવા માટે પોલીસને ટિયરગેસના શેલ છોડ્યા હતા. આજે સવારે પણ વાતાવરણ તંગદિલીભર્યું છે.
આંબેડકર અને સૂરજમલની પ્રતિમા સ્થાપિત કરવાને લઈને વિવાદ થયો હતો
ખરેખર નગરપાલિકા નદબઈ વિસ્તારમાં 3 જગ્યાએ મૂર્તિઓની સ્થાપના કરાઈ રહી છે. ડિવિઝનલ કમિશનર સાંવરમલ વર્માની અધ્યક્ષતામાં સમિતિએ નક્કી કર્યું કે કુમ્હેર ચાર રસ્તા ખાતે મહારાજા સૂરજમલ, બૈલારા ચાર રસ્તા ખાતે બાબા સાહેબ ભીમરાવ આંબેડકર અને નગર ચાર રસ્તા ખાતે ભગવાન પરશુરામની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે, પરંતુ સ્થાનિક લોકોની માગ છે કે નદબઈનો મુખ્ય ચોક બૈલારા છે. આવી સ્થિતિમાં બૈલારા ચોકમાં મહારાજા સૂરજમલની પ્રતિમા સ્થાપિત કરવી જોઈએ. લોકોએ આ માગ માટે ધરણાં પણ કર્યા હતા.
પર્યટનમંત્રી વિશ્વેન્દ્ર સિંહે નિવેદન આપ્યું હતું કે તમે જે ઈચ્છો છો એ થશે, તમે ધરણાં સમેટી લેશો. આ દરમિયાન મંત્રીએ પત્રકાર પરિષદ યોજીને કહ્યું હતું કે બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમા બૈલારા ચારરસ્તા પર અને મહારાજા સૂરજમલની પ્રતિમા દેહરા ચોક પર સ્થાપિત કરવી જોઈએ. તેના કારણે જ વિરોધપ્રદર્શનો શરૂ થયાં હતાં.
બુધવારની મોડી રાત સુધીમાં મૂર્તિની સ્થાપનાનો વિરોધ એટલો વધી ગયો હતો કે ગ્રામજનોએ આગ લગાવીને રસ્તો બ્લોક કરી દીધો હતો.
મંત્રીના નિવેદન બાદ લોકો ગુસ્સે થયા, રસ્તા પર ઊતર્યા
મંત્રીની પ્રેસ-કોન્ફરન્સ બાદ પત્ર જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં દેહરા ખાતે મહારાજા સૂરજમલ અને બૈલારા ચાર રસ્તા પર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમા સ્થાપિત કરવાની વાત કહેવામાં આવી હતી. આ પત્ર અને મંત્રીનું નિવેદન ગામના લોકો સુધી પહોંચતાં જ નદબઈમાં વિરોધ શરૂ થઈ ગયો હતો.
લોકો માગ કરવા લાગ્યા કે બૈલારા ચોકમાં મહારાજા સૂરજમલની પ્રતિમા સ્થાપિત કરવી જોઈએ. આ પછી આસપાસનાં ગામોના લોકો બૈલારા ચોક તરફ જવા લાગ્યા. વહીવટીતંત્રને આશંકા હતી કે જ્યાં મૂર્તિ લગાવવામાં આવશે એ ગુંબજ કદાચ તોડી નાખવામાં આવે નહીં, તેથી બૈલારા ચોક પર પોલીસ તહેનાત કરવામાં આવી હતી.
સ્થિતિને જોતાં સમગ્ર વિસ્તારમાં પોલીસ-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો, પરંતુ રાત્રે 8 વાગ્યા પછી સ્થિતિ વણસવા લાગી હતી. વિરોધ કરી રહેલા ગ્રામજનોએ પહેલા રસ્તો જામ કર્યો અને રસ્તાઓ પર પેટ્રોલ છાંટીને આગચંપી કરી. લોકોએ નદબઈ તરફ જતા રસ્તાઓ બ્લોક કરી દીધા હતા. પોલીસ અને મીડિયાને પણ બૈલારા તરફ જતા અટકાવવામાં આવ્યા હતા.
નદબઈ પહેલાં બુઢાવરી ગામ, નગલા ખટોટી ગામના મુખ્ય માર્ગો પર પણ આગચંપી કરવામાં આવી હતી. અહીં પણ બ્લોક કરવાનો પ્રયાસ કરાયો હતો. જ્યાં પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યાં લોકોએ રસ્તાઓ પર પથ્થરમારો કર્યો હતો.
12 વાગ્યા બાદ સ્થિતિ બેકાબૂ બની હતી. અંધારાનો લાભ લઈ ગ્રામજનો પોલીસ પર પથ્થરમારો કરતા રહ્યા. SP શ્યામ સિંહ પણ બપોરે લગભગ 1 વાગ્યે બૈલારા ક્રોસિંગ પર પહોંચ્યા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
નદબઈ સમક્ષ રસ્તો બ્લોક કરી ગ્રામજનો લોકોને ગામનું નામ-સરનામું પૂછીને જવા દેતા હતા. આજુબાજુનાં ગામોમાં પોલીસનું વાહન આવતાંની સાથે જ લોકોએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો.
આ દરમિયાન રાત્રિના અંધારામાં કેટલાક લોકો બૈલારા ચોક તરફ આગળ વધવા લાગ્યા હતા, ત્યારે પોલીસે તેમને રોકવા માટે ટિયરગેસના સેલ છોડ્યા હતા. દેખાવકારોએ લોકોને મોબાઈલ પણ બહાર કાઢવા દીધા ન હતા, જેથી કોઈ હંગામોનો વીડિયો ન બનાવી શકે.