બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર શહેરમાં આજરોજ
બાબા સાહેબ ભીમરાવ આંબેડકઆજ રોજ 14 એપ્રિલના
રોજ ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની 132મી જન્મ જયંતીની ઉજવણી પાલનપુર શહેરમાં કરવામાં આવી
પાલનપુર શહેરમાં આવેલા સીમલા ગેટ સર્કલ પાસે બાબાસાહેબની પ્રતિમાને તમામ આગેવાનો દ્વારા ફુલહાર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી અને આ કાર્યક્રમમાં તમામ આગેવાનો હાજર રહી આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો આજે ભારતના બંધારણના ઘડવૈયા ડૉ.ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ છે.
ડો.આંબેડકરે જીવનભર સમાજ સેવા કરી છે. તેમને ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન પણ એનાયત કરવામાં આવ્યો છે. બાબા સાહેબના જીવન સાથે જોડાયેલી એવી ઘણી વાતો છે, જેમાં સુખી અને સફળ જીવનના સૂત્રો જણાવવામાં આવ્યા છે. જો આ સ્ત્રોતોને જીવનમાં લેવામાં આવે તો આપણે ઘણી સમસ્યાઓથી બચી શકીએ છીએ.
અહેવાલ સોયબ બેલીમ પાલનપુર