ગાંધીનગર ખાતે 50 હજાર દલિતોએ અપનાવ્યો બૌદ્ધ ધર્મ, 5 લાખ લોકોએ ભાગ લીધો.
આંબેડકર જયંતી એટલે કે, 14 એપ્રિલના રોજ સમગ્ર દેશમાં ડૉ. બાબાસાહેબની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવે છે.. આજે બાબાસાહેબની 132મી જન્મ જ્યંતીની ઉજવણી સમગ્ર દેશમાં થઇ રહી છે. ગાંધીનગરમાં બાબાસાહેબની જન્મ જયંતીની ઉજવણીની સાથે સાથે આજે સુધીનો સૌથી મોટો ધર્માંતરણ સમારંભ યોજાયો.. જેમાં અંદાજે 50હજાર લોકોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો.
જેમાં લગભગ 50 હજાર જેટલા દલિત હિન્દુ ધર્મનો ત્યાગ કરીને બુદ્ધના શરણે ગયા. ગાંધીનગર રામકથા મેદાનમાં આ આયોજનમાં ગુજરાત વિવિધ ગામડાઓ, તાલુકા તથા શહેરમાંથી અંદાજિત 5 લાખ જેટલા લોકોએ ભાગ લીધો.
સમારંભનું આયોજન સ્વયં સૈનિક દળ (SSD) નામના સંગઠન દ્વારા કરવામાં આવ્યું. આ અવસર પર મહારેલી અને મહાસભાનું આયોજન કરવામાં આવેલ . આવનાર સ્વયં સૈનિક દળ બૌદ્ધ ધર્મની દીક્ષા ગ્રહણ કરી બાબાસાહેબ આંબેડકર દ્વારા જણાવવામાં આવેલી 22 પ્રતિજ્ઞાઓનું પાલન કરવાનો સંકલ્પ લીધો હતો.
વર્ષ 2006માં રાજકોટમાં 50 સમાન વિચારધારવાળા દલિત સામાજિક કાર્યકર્તા દ્વારા સ્થાપિત સ્વયં સૈનિક દળ દ્વારા ભવ્ય સામૂહિક દીક્ષા સમારંભની તૈયારીઓ કરવામાં આવી હતી.
પોરબંદરમાં મહાન અશોક બૌદ્ધ વિહારના બૌદ્ધ ભિક્ષુ પ્રજ્ઞાન રત્નજી સમારંભની અધ્યક્ષતા કરી અને હજારો લોકો આ કાર્યક્રમમાં ભાગ લીધો. SSDનું અનુમાન છે કે, 2028 સુધી દલિત સમુદાયના 1 કરોડ લોકો બૌદ્ધ ધર્મ અપનાવશે.
SSDના જણાવ્યા અનુસાર, લગભગ 15,000 લોકોએ પોતાના જિલ્લા કલેક્ટરના કાર્યાલયોમાં પહેલાથી જ ધર્મ પરિવર્તન માટે અરજી આપી દીધી છે. અરજીકર્તા કોઈ પણ લાલચ, લોભ અથવા ધમકીમાં આવીને નહીં પણ સ્વૈચ્છિક ધર્માંતરણનો વિકલ્પ પસંદ કરી રહ્યા છે. તે નક્કી કરવા માટે પોલીસ વેરિફિકેશનની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. ધર્મ પરિવર્તનની પ્રક્રિયામાં રાજ્યના ગજેટમાં વિવરણનું પ્રકાશન પણ સામેલ છે.