મહેસાણા બહુમાળી ભવનમાં આવેલ જિલ્લા રોજગાર કચેરીમાં ખાનગી એકમો ખાતે કુશળ થતા ટેક્નિકલ સ્ટાફની ખાલી જગ્યાઓની જરૂરિયાત ને ધ્યાને લઈ જિલ્લા રોજગાર કચેરી.મહેસાણા ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ઉમેદવાર ભાગ લેવા આવ્યા હતા.
આ ભરતી મેળામાં ઉમેદવારની સ્થળ પર ઇન્ટરવ્યૂ પ્રક્રિયા પૂર્ણ કરી કુલ 63 ઉમેદવારને નોકરી માટે પસંદગી કરવામાં આવી હતી.આ કાર્યક્રમ દરમિયાન રોજગાર કચેરીની વિવિધ સેવાઓ અને અનુબંધમ પોર્ટલ વિસે રોજગાર કચેરી મહેસાણાના કેરિયર કાઉન્સીલર દ્વારા ઉમેદવારોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.