તા.14 એપ્રિલ 2023ના રોજ વિશ્વરત્ન,ભારતરત્ન, બોધિસત્વ,મહિલાઓના ઉદ્ધારક,હિન્દુ કોડ બીલના રચયિતા એવા મહામાનવ,બાબાસાહેબ ડૉ ભીમરાવ આંબેડકર ની 132 મી જન્મજયંતિ હતી.
જેના ઊપલક્ષ્ય માં “શારદા શિશુ સંસ્કાર વિદ્યાલય,સરખેજ,અમદાવાદ ખાતે તેમણે ભેટ સ્વરૂપે દર વર્ષ ની જેમ આ વર્ષે પણ “મહા ગુજરાત બૌદ્ધ સંઘ” દ્વારા એક ભવ્ય “બંધારણીય બુદ્ધ ધમ્મ દીક્ષા કાર્યક્રમ” નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સમારોહ માં સમગ્ર ગુજરાત ના કુલ 43 ફોર્મ ભરવામાં આવ્યા હતા જેમાંથી 35 લોકોએ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમ માં આયુ.સિંહલ બોધિધર્મન જી દ્વારા સૌને બુદ્ધ ધમ્મ ની દીક્ષા આપવામાં આવી હતી.આયુ. રવિ આનંદ દ્વારા બાબાસાહેબ ની 22 પ્રતિજ્ઞા બોલાવવામાં આવી હતી.
વિશેષ અતિથિ સમાન સંઘ નાં આજીવન ધમ્મદાતા એવા આપડા આયુ.અશોક વાઘેલા સાહેબ ની ખાસ હાજરી હતી,સંઘ ના સભ્યો આયુ.પ્રભુ મકવાણા, આયુ.બળદેવ ચાવડા,આયુ.હીરાભાઈ.પરમાર,આયુ.પરષોત્તમ સોલંકી દ્વારા આ આયોજન કરવામાં ખૂજબ સાથ સહકાર મળેલ.આપ સૌને જાણી ને નવાઇ થશે કે ગુજરાત રાજ્યમાં આ પ્રથમ એવી ઘટના તેમજ ઇતિહાસ હશે કે કોઈ બ્રાહ્મણ સરકારી શાળા માં ધર્માંતરણ માટે આવું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ જે કોઈ લોકોએ તંન મન ધન થી સાથ સહકાર આપ્યો તે બદલ અમો સૌના આભારી છીએ સૌને અમારા લાખ લાખ સાધુવાદ…
*આપનો ધમ્મ બંધુ*
*સિંહલ બોધિધર્મન*
*સંસ્થાપક/સંચાલક*
*મહા ગુજરાત બૌદ્ધ સંઘ*
*અમદાવાદ,ગુજરાત પ્રદેશ*
*મો.9624353368*