ગોઝારિયા સાવૅજનિક હોસ્પિટલ ગોઝારિયાની સાથે સાથે ખરણા, પારસા, મેઉ, આનંદપુરા, મૂલસણ, સાલડી, લાંઘણજ અને અન્ય ગામોના હોસ્પિટલ સાથે સંકળાયેલા છે. જેના વહીવટ કર્તાઓ, કાર્યકરો, દાતાશ્રીઓ સતત રાત દિવસ સંસ્થાની પ્રગતિ ની ચિંતા કરી રોજ કંઈક નવું કરવાની ભાવના સાથે સંસ્થાને આપવા અપાવવાની ભાવનાવાળા છે. એટલે રોજ આપણે નવા નવા સંકલ્પો કરતા જઇએ છીએ અને પ્રભુ દ્વારકાધીશ આપણી આ ઇચ્છા ઓ ને પરિપૂર્ણ કરવાનું બળ પૂરું પાડે છે….. આપણે ઋણી છીએ એ દાતાશ્રીઓના… આપણે ઋણી છીએ એ માટે અથાગ પ્રયત્નો કરનાર આપણા કર્મઠ સેવા ભાવી કાર્યકર્તા ઓના.. આપણે ઋણી છીએ એ ગ્રામજનોના જે આંગળી ચીંધવાનું પુણ્ય કરી રહ્યા છે…આપણે ખૂબ ભાગ્યશાળી છીએ….. અને સાથે સાથે સંસ્થાઓનું પણ નસીબ છે…. ભૂમિનો પણ પ્રભાવ હોય છે… કે આપણને દાતાશ્રીઓ અને દાનનો સમુચિત ઉપયોગ કરી સંસ્થાને સુવિકસિત કરી સમય સાથે તાલ મેલ કરી આપે એવા વહીવટી કર્તાઓ સમય અંતરે મળતા રહ્યા છે.
ખૂબ આનંદ અને ગૌરવ સાથે વતન પ્રેમી અને જેમના હૈયે સતત ગામની સંસ્થા ઓને વિકસીત કરી ધબકતી રાખવાની સતત ઇચ્છા શક્તિ રહી છે એવા આપણા જ ગામના વતની અને નિરમા યુનિવર્સિટીના ડાયરેક્ટર શ્રી કે. કે. પટેલ સાહેબ દ્વારા આપણી સાર્વજનિક હોસ્પિટલ ગોઝારિયાને નર્સિંગ કોલેજના ટાઇટલ માટે રૂ. ૧૦૦૦૦૦૦૦ (એક કરોડ રૂ) નું દાન જાહેર થયું છે…. આભાર સહ આ દાનનો સ્વીકાર કરતાં સાર્વજનિક હોસ્પિટલ ગોઝારિયા પરિવાર આનંદ સાથે ગૌરવ ની લાગણી અનુભવે છે….
આભાર:શોભનાબેન શાહ-ગોઝારિયા સાવૅજનિક હોસ્પિટલના ટ્રસ્ટી અને માનદ મંત્રી