મહેસાણાના નાગલપુર વિસ્તારમાં પાર્લરમાંથી પ્રતિબંધિત ઈ-સિગારેટ સાથે એક ઝડપાયો, જિલ્લાનો પ્રથમ કેસ
મહેસાણા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી એસઓજી ટીમ દ્વારા અલગ અલગ સ્થળે ઓપરેશન કરી નશાકારક ચીજવસ્તુઓ વેંચતા શખ્સને ઝડપવામાં સફળતા મેળવી છે. બીજી બાજુ “No drugs In Mehsana district ” કેમ્પઇન હેઠળ એસઓજી ટીમ જિલ્લામાં નશીલી ચીજવસ્તુઓ ઝડપી તેની વિરુદ્ધ કાર્યવાહી કરી રહી છે.ત્યારે મહેસાણાના નાગલપુર વિસ્તારમાં આવેલા પાર્લર પરથી અલગ અલગ બ્રાન્ડની સિગારેટ તેમજ ઇ સિગારેટ વેંચતા શખ્સને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.
મહેસાણા એસઓજી ટીમના હેડ કોન્સ્ટેબલ દિલીપ કુમાર તથા હે.કો.નરેશકુમાર તથા આ.પો.કો અબ્દુલ ગફારને બાતમી મળી હતી કે, નાગલપુર કોલેજ નજીક તુલસી હોટલ નીચે આવેલ તુલસી પાર્લર પર અભિષેક ઠાકુર ગેરકાયદેસર વિદેશી સિગરેટ સંગ્રહ કરી વેપાર કરે છે.બાતમી આધારે એસઓજી ટીમે પાર્લર પર દરોડો પડ્યો હતો.
તપાસ દરમિયાન પોલીસે દુકાનમાંથી અલગ અલગ ફ્લેવર અને બ્રાન્ડની સિગરેટ 8155 કિંમતની ઝડપી અભિષેક ઠાકુર સામે મહેસાણા બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી એસઓજીએ જિલ્લામાં ઇ સિગારેટ નો પ્રથમ કેસ ઝડપી પાડ્યો હતો