બે બાઇક ચોરો ઝબ્બે:લાઘણજ પોલીસે ચોરીના બે બાઈક સાથે બે શખ્સને ઝડપી પાડ્યા, માણસા અને સતલાસણામાંથી બાઇકો ઉઠાવીને ફરાર થયા હતા
મહેસાણા તાલુકામાં આવેલા લાઘણજ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમી આધારે ચોરીના બે બાઈક સાથે બે તસ્કરો ને દબોચી લીધા હતા.જેમાં તપાસ દરમિયાન એક બાઈક માણસા અને એક બાઈક સતલાસણા પાસેથી ચોરી કર્યા હોવાની કબૂલાત કરી હતી.
લાઘણજ પોલીસ સ્ટાફ ને બાતમી મળી હતી કે ઠાકોર અરજણજી પોતાના મિત્ર સાથે ચોરીના બે બાઈક લઈ ખદલપુર ગામથી ભાસરિયા ચોકડી થઈ મહેસાણા જવાના છે.બાતમી આધાર પોલીસે ભાસરિયા ચોકડી પાસે વોચ ગોઠવી બે ચોરો ને ઝડપી લીધા હતા.
લાઘણજ પોલીસે બાલસાસણ ના ઠાકોર અરજણજી અને રાવળ આશીકભાઈ ને ઝડપી લીધા હતા.જેમાં તપાસ દરમિયાન તસ્કરોએ કબુલાત કરી કે 10 એપ્રિલ ના રોજ સતલાસણાના અંબાજી હાઇવે પર આવેલ કોમ્પલેક્ષ પાસે બને માણસા પાસે આવેલ રાજપુર ગામે ટાઇલ્સ ફેઈટરી પાસે બાઈક ચોરી કર્યાની કબુલાત કરી હતી પોલીસે બેને ઝડપી બાઈક કબ્જે કરી વધુ તપાસ આદરી છે.