આણંદ /બોરસદ તારીખ 21/04/2023 શુક્રવારના રોજ શ્રી આર. પી. અનડા કોલેજ ઓફ એજ્યુકેશનમાં આઇ. આઇ. ટી. ઇ. ગાંધીનગર તેમજ કલાઈમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ ઓફ ગુજરાત દ્વારા ક્લાયમેટ ચેન્જ વિષય અંતર્ગત ટ્રેનિંગ પ્રોગ્રામ યોજાયો;
બોરસદ તાલુકાના 100 જેટલા શિક્ષકો તથા આચાર્યશ્રીઓએ હાજરી આપી હતી . સવારે સાતથી આઠ વાગ્યા સુધી રજીસ્ટ્રેશન ત્યારબાદ ઉદ્ઘાટન સમારોહ પછી ચાર સેશન્સ યોજાયા હતા.
પ્રથમ સેશનમાં ડૉ. અવધેશ ઝાએ ઇન્ટ્રોડક્શન ટુ ક્લાઇમેટ પર વ્યાખ્યાન આપ્યું હતું. જેમાં ક્લાઈમેટની વ્યાખ્યા તેમજ કલાઈમેટ ચેન્જ શા માટે થાય છે તે રજૂ કર્યું સુંદર મજાની પીપીટી દ્વારા પ્રેઝન્ટેશન પણ કર્યું હતું.
દ્વિતીય સેશનના વક્તા તરીકે ડૉ. મનીષભાઈ ગોર હતા. જેઓ ભાદરણ સાયન્સ કોલેજમાં એસોસિએટ પ્રોફેસર તરીકે કાર્ય કરે છે. તેમણે ક્લાઈમેટ ચેન્જના પાયારુપ મુદ્દાઓ ઉપર વિશદ છણાવટ કરી હતી. શાળાઓમાં શાળાના સ્થાપના દિને વૃક્ષોને નામ આપીને વાવવા જોઈએ જેથી હરિયાળી ફેલાય અને ક્લાઈમેટ ચેન્જની ગતિને ધીમી પાડી શકાય તેવો સંદેશ આપ્યો હતો.
ત્રીજા સેશનમાં ડૉ. હિમાંશુભાઈ શાસ્ત્રી હતા. જેઓ એન. વી. પટેલ સાયન્સ કોલેજમાં ડિપાર્ટમેન્ટ ઓફ હેડની ફરજ બજાવે છે. તેઓએ સુંદર મજાની પીપીટી પ્રેઝન્ટેશન દ્વારા ક્લાયમેટ ચેન્જ શું છે તથા જીવન શૈલી પર તેની શું અસર થાય છે તે વિશે સુંદર વાતો કરી. ગ્લોબલ ક્લાઇમેટને પૃથ્વીના સંદર્ભમાં કઈ રીતે જોવું તે માટે 1820 થી 2020 સુધીના વૈશ્વિક તાપમાનના આંકડા રજૂ કર્યા. અર્થાત માનવજાત અને કુદરત કઈ રીતે આ તાપમાનને અસર કરે છે તથા ક્લાયમેટ ચેન્જ અને તેના કારણે ભાવિ માનવજીવન પર ખૂબ મહત્વની અસર થવાની છે એ સંદર્ભે વાત કરી. આમ તેઓનું સેશન પણ રોચક અને રસપ્રદ રહ્યું હતું.
ચોથું સેશન ડૉ. નિકુંજ ભટ્ટ દ્વારા લેવામાં આવ્યું હતું. તેઓ વી. પી. સાયન્સ કોલેજમાં એસોસિયેટ પ્રોફેસરની સેવાઓ આપે છે. તેમણે ક્લાયમેટ ચેન્જને કઈ રીતે એડોપ્ટ કરવું તથા તેની નકારાત્મક અસરોને કેવી રીતે ઓછી કરવી તથા કઈ સ્ટ્રેટેજી દ્વારા નુકસાનકારક વાયુઓને નિયંત્રિત કરવા ટ્રાન્સફોર્મ એનર્જી ટેકનોલોજીની વાત કરી હતી. આમ આ સેશન પણ રસપ્રદ રહ્યું.
સમગ્ર કાર્યક્રમ ખૂબ સુંદર રહ્યો. બપોરે 2:00 વાગ્યે બધા ભોજન લીધુ ત્રણ વાગ્યે બધા પ્રસાદ લઈને છુટા પડ્યા.